બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Corona exploded at Vidyanagar College, increase the number of cases in Gujarat

કોરોના વિસ્ફોટ / BIG NEWS: ગુજરાતમાં કોરોનાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લીધા ભરડામાં, એક જ દિવસના આંકડા હચમચાવનારા

Kiran

Last Updated: 12:01 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદ વિદ્યાનગરની કોલેજમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કોલેજના એક જ વર્ગના 7 વિદ્યાર્થીઓ કોરોની ઝપેટમાં આવી ગયા છે

  • વિદ્યાનગરની કોલેજમાં કોરોનાનો વિસ્ફોટ થયો
  • અમદાવાદમાં વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ
  • રાજ્યમાં કોરોનાના 2265 કેસ કેસ સામે આવ્યા

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે,ત્યારે કોરોની ત્રીજી લહેરની શરૂ થઈ ગઈ હોય તેવી લાગે છે, ત્યારે આણંદ જિલ્લામાં કોરોનાનો હાહાકાર મચાવ્યો છે. આણંદ વિદ્યાનગરની કોલેજમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કોલેજના એક જ વર્ગના 7 વિદ્યાર્થીઓ કોરોની ઝપેટમાં આવી ગયા છે. આર્કિટેક કોલેજના 7 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું છે.હાલ તો સંક્રમિત તમામ વિદ્યાર્થીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ આણંદ જિલ્લા બહારના હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ કોલેજને 15 દિવસ બંધ કરવા માટે યુનિવર્સિટીને પત્ર લખી રજૂઆત કરાઈ છે.  

સુરતમાં કોરોનાના 400થી વધુ કેસ

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા ત્યારે સુરતમાં છેલ્લા સાડા 7 મહિના બાદ 400થી વધુ કેસ સામે આવ્યા છે.સુરત શહેરમાં 415, ગ્રામ્યમાં કોરોનાના 9 કેસ નોંધાયા છે. સુરતની 18 સ્કૂલના 32 વિદ્યાર્થીઓ પણ થયા સંક્રમિત થયા છે, જ્યારે 6 ડૉક્ટર, 34 વેપારી પણ કોરોના પોઝિટિવ બન્યા છે. આ તરફ અઠવા ઝોનમાં 166 અને રાંદેર ઝોનમાં 106 કેસ નોંધાયા છે તો પાલમાં ગ્રીન સિટી, નક્ષત્ર સોલિટર સોસાયટીમાં વધુ કેસ જોવા મળી રહ્યા છે. તેમજ આવિષ્કાર એપ અને કતારગામ લક્ષ્મી સોસાયટીમાં કેસ સામે આવતા આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ વધાર્યું છે, 

દર્દીઓના સેમ્પલમાં એસ-જીન નામના તત્વની ગેરહાજરી 

સુરતમાં કોરોના કેસમાં કેસમાં ઉછાળો જોવા મળતા વહીવટી તંત્ર અને સ્થાનિક પ્રસાશન તંત્રનું સફાળું જાગ્યું છે. ત્યારે સુરતમાં કોરોના કેસ બાદ ઓમિક્રોન કેસનો પણ ખતરો તોડાઈ રહ્યો છે. જિલ્લામાં ઓમિક્રોન કેસ વધુ હોવાની શક્યતા જોવાઈ રહી છે. ઓમિક્રોન કેસને લઇ તબીબોએ પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. હાલ જો વાત કરવામાં આવે તો કોરોના દર્દીઓમાં 50 ટકા કેસ ઓમિક્રોનના હોવાની શક્યાતા જોવાઈ રહી છે. તબીબો કહી રહ્યા છે કે પોઝિટિવ દર્દીઓના સેમ્પલમાં એસ-જીન નામના તત્વની ગેરહાજરી જોવા મળી રહી છે. એસ-જીનની ગેરહાજરીવાળા દર્દીઓમાં ઓમિક્રોનની શક્યતા જોવા મળે છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ઓમિક્રોન કુલ 18 કેસ જાહેર થયા છે. 

રાજ્યમાં કોરોનાના 2265 કેસ કેસ સામે આવ્યા

છેલ્લા 24 કલાકમાં કોરોનાનો વિસ્તોફટ થયો છે. ગઈ કાલે રાજ્યમાં કોરોનાના 2265 કેસ કેસ સામે આવ્યા છે જ્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં 1314 નોંધાયા છે તો સુરતમાં 424 કેસ વડોદરામાં 94 કેસ અને રાજકોટમાં 57  કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 35 તો જામનગર 23 કેસ કોરોનાના સામે આવતા તંત્ર સતર્ક બની ગયું છે.રાજ્યમાં આજે કોરોનાના કારણે 2 દર્દી મોતને ભેટયા છે જ્યારે 18 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસ 7,881 સુધી પહોંચી જતાં લોકો અને સરકારના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. રાજ્યમાં આજે 8.73 લાખ લોકોને વેક્સિન અપાતા કુલ 9.13 કરોડ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી આજે 5.78 લાખ બાળકોને કોરોના રસીની કવચ આપી દેવાયું છે. સારી વાત એ છે કે ગુજરાત રાજ્યમાં રિકવરી રેટ 98.85% સુધી પહોંચી ગયો છે.

વડોદરામાં કોરોના સંક્રમણમાં વધારો

વડોદરામાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો વડોદરાની વધુ 8 સ્કૂલના 4 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. નવજીવન સ્કૂલના 2, MGM સ્કૂલની 1 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ થઈ છે. જ્યારે GEB સ્કૂલનો 1 વિદ્યાર્થી પણ કોરોના સંક્રમિત બન્યો છે. આમ MC,કોન્વેન્ટ, શ્રેયસ અને બ્રાઈટ સ્કૂલના કુલ 5 શિક્ષકો પોઝિટિવ થયા છે. આમ કોરોના કેસ વધતા વડોદરાની 11 સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. 

અમદાવાદમાં વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ

અમદાવાદમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. શહેરની ઉદગમ સ્કૂલમાં વધુ 3 વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે ધોરણ 10ના 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા છે, શાળા બાળકો કોરોના પોઝિટિવ આવતા ઉદગમ સ્કૂલે ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો બંધ કરી દીધા છે, મહત્વનું છે કે અગાઉ પણ ઉદગમ સ્કૂલનો વિદ્યાર્થી સંક્રમિત થયો હતો.જે બાદ શાળામાં ઓફ લાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્યણ લેવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ