Corona case and Omicron case in Gujarat 25 January 2022
હવે ગામડાનો વારો /
ગુજરાતમાં કોરોનાની ગતિ કાબૂમાં પણ મોતે પકડી રફતાર, આજે નવા 16,608 કેસ, સુરતમાં ઘણી રાહત
Team VTV07:26 PM, 25 Jan 22
| Updated: 09:54 PM, 26 Jan 22
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,55,874 કેસ નોંધાયા, તો આજે ગુજરાતમાં 16,608 કેસ સામે આવતા સરકાર સહિત લોકોએ લીધો રાહતનો શ્વાસ
ગુજરાતમાં કોરોનાની રફતાર ધીમી પડી
છેલ્લા 24 કલાકમાં 16,608 કેસ નોંધાયા
ગુજરાતમાં ત્રીજી લહેરની પીક ગત સપ્તાહની સરખામણીએ ઘણી ઓછી થઈ છે. છેલ્લા 24 કલાકમાં 16,608 કેસ કોરોના પોઝિટિવ આવતા હવે પરિસ્થિતિ કાબૂમાં હોય તેવુ લાગી રહ્યું છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 5303 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1004 કેસ તો રાજકોટ શહેરમાં 1376 કેસ, વડોદરા શહેરમાં 3041 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 309 કેસ, ભાવનગર શહેરમાં 293 કેસ સામે આવ્યા છે મહાનગરમાં કોરોના હાલ સુસ્ત પડી રહ્યો છે જ્યારે ગામડામાં કોરોના સંક્રમણ વધુ ફેલાયું હોય તેવુ લાગી રહ્યું છે. કોરોનાને લીધે 28 લોકોના મોત થયા છે. જ્યારે 17467 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 1,34,261 સંખ્યા સુધી પહોંચી જતાં એક્ટિવ પેસન્ટનો કોરોના ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. રાજ્યમાં આજે 2.43 લાખ લોકોને વેક્સિન આપતા હવે કુલ આંકડો કુલ 9.67 કરોડ વેક્સિન ડોઝ સુધી પહોંચી ગયો છે
ત્રીજી લહેરના સૌથી વધુ મોત
આજે કોરોના કેસોમાં ગત સપ્તાહની સરખામણીએ મોટો ઘટાડો જોવા મળ્યો છે. પણ ચિંતાજનક સમાચાર એ છે કે આજે ત્રીજી લહેરના સૌથી વધુ 28 મોત આજે કોરોનાના લીધે થયા છે. તેમાં સૌથી અમદાવાદમાં 10 મોત, વડોદરામાં 2 , સુરતમાં 5,, ભાવનગરમાં 1, નવસારી 1, મહેસાણમાં 1, ખેડા 1 તો જામગનગરમાં 2, પંચમહાલમાં 2 તો દ્વારકા, બોટાદ અને ખેડા પણ એક એક દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.
ભારતમાં છેલ્લા 24 કલાકની સરખામણીએ 50 હજાર કેસ ઘટ્યા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,55,874 કેસ નોંધાયા છે. તો તેની સામે 2,67,753 લોકો રિકવર પણ થયા છે. જોકે 614 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે દેશમાં કુલ 4,90,462 લોકોના મોત થયા છે. હાલ પણ ચિંતાનો વિષય એ છે કે મોતનો આકડો વધી રહ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા પણ 22 લાખ ઉપર પહોચી ગઈ છે. જો ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 16 લાખ કરતા પણ વધારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી દેશમાં 71.88 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે વેક્સિનેશનની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 162.92 કરોડ વેક્સિનના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.