વિધાનસભામાં મારામારી મામલો:કોંગ્રેસના 3 ધારાસભ્યોને અધ્યક્ષે કર્યા સસ્પેન્ડ

By : kavan 08:13 PM, 14 March 2018 | Updated : 10:22 PM, 14 March 2018
ગાંધીનગર: આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો વચ્ચે થયેલી મારામારી મામલે વિધાનસભા અધ્યક્ષે આકરી કાર્યવાહી કરી છે.અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મારામારી કરનારા ધારાસભ્યોને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર અને પ્રતાપ દુધાતને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.તો કલોલથી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સાથે સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો વિધાનસભા પરિષરમાં પ્રવેશ કરશે તો તેમની સામે ટ્રેસ પાસિંગનો ગુનો નોંધવામાં આવશે.મહત્વનું છે કે અંબરીશ ડેર અમરેલીના રાજુલાથી અને પ્રતાપ દૂધાત સાવરકુંડલાથી ધારાસભ્ય છે.આ તરફ અધ્યક્ષની કાર્યવાહીથી કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો અને કાર્યવાહી અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનાં ધારાસભ્યો બળદેવજી ઠાકોર અને અંબરીશ ડેરે ભાજપનાં ધારાસભ્યોને ધમકી આપી હોવાનો મુદ્દો ફરી વિધાનસભા ગૃહમાં ઉઠયો છે.ત્યારે અચાનક ગૃહમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.આ ઘટનાને પગલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કડક કાર્યવાહી કરીને કોંગ્રેસના 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા.
 Recent Story

Popular Story