બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Congress leader Nidat Barot's meeting with CR Patil was discussed a lot, the video went viral

વિવાદ / ડૉ. નિદત બારોટની CR પાટીલ સાથે બેઠકને લઇ અનેક તર્કવિતર્ક, Video વાયરલ થતા રાજકારણમાં ગરમાવો, જાણો ચર્ચાસ્પદ કારણ

Malay

Last Updated: 11:17 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટના વિકેન્ડ હાઉસમાં કોંગ્રેસ નેતા ડૉ.નિદત બારોટ અને સી.આર પાટીલ વચ્ચેની ખાનગી બેઠકથી રાજકારણ ગરમાયું

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એજ્યુકેશન ભવનની ભરતીનો વિવાદ 
  • નિદત બારોટની સી.આર પાટીલ સાથેની બેઠકથી તર્કવિતર્ક 
  • વિકેન્ડ હાઉસમાં બન્ને સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું 

Rajkot News:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ભવનની ભરતીનો વિવાદ પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો છે. યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને કોંગ્રેસ નેતા ડૉ.નિદત બારોટ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે જોવા મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. એરપોર્ટ રોડ પર આવેલા વિકેન્ડ હાઉસમાં કોંગ્રેસ નેતા ડૉ.નિદત બારોટ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિદત બારોટના બહેન શ્રદ્ધા બારોટની નિમણૂક અટકતા તેઓએ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા ચારેકોર ચાલી રહી છે. 

વિકેન્ડ હાઉસમાં બંને વચ્ચે થઈ ખાનગી બેઠક
કોંગ્રેસ નેતા ડૉ.નિદત બારોટ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલા વિકેન્ડ હાઉસમાં બંને વચ્ચેની ખાનગી બેઠકથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે, હજુ સુધી નિદત બારોટનું આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. 
 
શું છે સમગ્ર મામલો?
2019માં જાહેર કરવામાં આવેલી ભરતી 2023માં કરાતા વિવાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેથેમેટિક્સ, એજ્યુકેશન અને હિન્દી ભવનમાં ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં લાગતા વળગતાની ભરતી કરી દેવામાં આવી હોવાના આક્ષેપો થતાં ખળભળાટ મચી ગયો હતો. 

સેનેટની ચૂંટણીમાં ભાજપ નેતાના પુત્રના નામની ભલામણને લઈ મામલો ગરમાયો, સૌરાષ્ટ્ર  યુનિવર્સિટી ફરી વિવાદમાં | Saurashtra University embroiled in controversy  over ...

ઇન્ટરવ્યુમાં માત્ર એક-એક જ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા
મેથેમેટિક્સ, એજ્યુકેશન અને હિન્દી ભવનમાં ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા હતા. યુનિવર્સિટી દ્વારા મેથેમેટિક્સ, એજ્યુકેશન અને હિન્દી ભવનના ઇન્ટરવ્યુમાં માત્ર એક-એક જ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. 

શ્રદ્ધા બારોટની કરાઈ હતી પસંદગી
જેમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કોંગ્રેસ નેતા નિદત બારોટના બહેન શ્રદ્ધા બારોટનું ઈન્ટરવ્યુ લઈ પસંદગી કરવામાં આવી હતી. જોકે, શ્રદ્ધા બારોટ અનુભવમાં ગેર લાયક છે તેવું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના હેડ ભરત રામનુજે લેખિતમાં આપ્યું હતું. તો લખનઉની ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેંકલ્ટીના હેડ ડૉ. હરીશંકર સિંઘે સવાલો ઉઠાવ્યા હતા. જે બાદ નિદત બારોટની બહેનની નિમણૂક અટકી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ