Team VTV06:55 PM, 18 Nov 22
| Updated: 06:57 PM, 18 Nov 22
સૂત્રો અનુસાર પલ્લા જખોલા મોટર માર્ગ પર ઓવરલોડેડ યાત્રીક વાહન (ટાટા સૂમો) ઊંડી ખીણમાં ધકેલાઇ જતાં આશરે 10 લોકોનું કરૂણ મોત થયું છે. વાહન જોશીમઠથી પલ્લા જાખુલા ગામમાં જઇ રહ્યું હતું જેમાં 10-12 લોકો સવાર હતાં.
ચમોલીમાં સર્જાઇ મોટી દુર્ઘટના
ખીણમાં ટાટા સૂમોએ માર્યો પલટો
આશરે 10-12 લોકોનું થયું કરૂણ મોત
ઉત્તરપ્રદેશ: ચમોલીમાં એક દુર્ઘટનામાં આશરે 10-12 લોકોનું કરૂણ મોત થયું છે. સૂત્રો અનુસાર ઓવરલોડેડ કાર સૂમોમાં 10 -12 લોકો સવારી કરી રહ્યાં હતાં. માહિતી અનુસાર 2 લોકો ગાડીની છત પર બેઠાં હતાં. બંને ચાલતી ગાડીએથી કૂદ્યાં જેનાં કારણે ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયાં. દુર્ઘટનાસ્થળ પર વરસાદી નાળું હોવાને લીધે રસ્તો કાચો હતો અને પથરાળ હતો.
SDRF રેસ્ક્યૂ કરવા પહોંચી
ચમોલા જનપદનાં જોશીમઠ બ્લોકનાં પલ્લા જખોજા મોટર માર્ગ પર એક ટાટા સૂમો ખાઇમાં ઊથલી ગઇ છે. તે વાહનમાં ઘણાં લોકો સવાર હતાં જેના કારણે વાહન ઓવરલોડેડ હતું. આ દુર્ઘટના ઘટતાં જ SDRFની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
આશરે 10-12 લોકોનું થયું છે મૃત્યુ
જાણકારી અનુસાર આ ટાટા સૂમો જોશીમઠથી કિમાણા ગામ બાજુ જઇ રહ્યું હતું અને તે દરમિયાન પલ્લા જખોલા મોટર માર્ગ પર વાહન અનિયંત્રિત થતાં ખાડીમાં પડી ગયું જેમાં આશરે 10-12 લોકોની મોત થઇ છે.