બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Central govt employees salary to increase from July 1? Read reports on expected DA hike

રાહત / મોટી ખુશખબર : 1 જુલાઈથી વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર, જાણો દર મહિને કેટલો થશે વધારો

Hiralal

Last Updated: 06:14 PM, 26 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર 1 જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ફરી વાર 4 ટકાનો વધારો કરે તેવી પૂરી શક્યતા છે. સરકાર હાલના 34 ટકા મોંઘવારી ભથ્થાને વધારીને 38 ટકા કરી શકે છે.

  • 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો માટે સારા સમાચાર
  • મોંઘવારીની વચ્ચે કેન્દ્ર સરકાર 1 જુલાઈથી કરી શકે ડીએમાં વધારો
  • સરકાર ડીએને 34 ટકાથી વધારીને 38 ટકા કરે તેવી સંભાવના 

કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો માટે સારા સમાચાર છે. દેશમાં વધી રહેલી મોંઘવારીથી તેમને રાહત મળવાની આશા છે. સરકાર 1 જુલાઈથી મોંઘવારી ભથ્થામાં વધારો કરે તેવી સંભાવના છે.

મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની સંભાવના 
સૂત્રોના જણાવ્યાનુસાર 1 જુલાઈથી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે.  જો આવું થશે તો તે 34 ટકાથી વધીને 38 ટકા થઈ જશે. માર્ચમાં એઆઈસીપીઆઈ ઈન્ડેક્સમાં 1 પોઈન્ટનો વધારો થયો હતો. તે 126 પોઇન્ટ સુધી પહોંચ્યો હતો. સાથે જ સરકારે માર્ચમાં જ ડીએમાં વધારો કર્યો હતો. જો કે એપ્રિલ, મે અને જૂન 2022 માટે એઆઇસીપીઆઈના આંકડા આવવાના બાકી છે. જો તે માર્ચના સ્તરથી ઉપર રહે છે, તો સરકાર ડીએમાં વધારો કરી શકે છે.

મોંઘવારી વચ્ચે વધી શકે છે સેલરી
 સતત વધી રહેલી મોંઘવારીની વચ્ચે સરકાર જલ્દી જ કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકે છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (એઆઇસીપીઆઇ) અનુસાર, સરકાર ડીએમાં પૂરા 4 ટકાનો વધારો કરી શકે છે. એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર 7.79% ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે ખાદ્યાન્ન મોંઘવારીનો દર 8.38 ટકા રહ્યો હતો. ફુગાવાનો આ દર છેલ્લા 8 વર્ષના ઉચ્ચ સ્તરે છે

જાણી લો એક ઉદાહરણ 
એક અંદાજ મુજબ જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા હોય તો 34 ટકાના દરે તેનું મોંઘવારી ભથ્થું 6,120 રૂપિયા થઈ જાય છે. હવે જો તે 38 ટકા હશે તો કર્મચારીને 6,840 રૂપિયાનું મોંઘવારી ભથ્થું મળશે. આ રીતે તેમને વાર્ષિક પગાર 8,640 રૂપિયા વધુ મળશે. 7માં પગાર પંચ હેઠળ કર્મચારીઓનો મિનિમમ બેઝિક સેલરી 18,000 રૂપિયા છે.

બેસિક સેલેરીના હિસાબે ગણના
બેસિક સેલેરી- 56,900 રુપિયા
હાલનું ડીએ (34%)  19,346 
નવું ડીએ (38 ટકા) 21,622 રુપિયા
ડીએમાં માસિક વધારો- 2276 રુપિયા
વાર્ષિક કેટલો વધશે પગાર- 27, 312 

લઘુત્તમ મૂળભૂત પગારની ગણતરી

દર મહિને બેઝિક સેલરી - 18,000 રૂપિયા
ડીએ અત્યાર સુધી (34 ટકા) - 6,120 રૂપિયા
ડીએ રિવાઇઝ્ડ (38 ટકા) - 6840 રૂપિયા
ડીએમાં માસિક વધારો - 720 રૂપિયા
પગારમાં વાર્ષિક કેટલો વધારો થશે (માસિક વધારો x 12) - 8,640

ઘણા રાજ્યોએ પણ ડીએમાં કર્યો વધારો 
કેન્દ્ર સરકાર પછી ઘણા રાજ્યોએ પણ ડીએમાં વધારો કરી દીધો છે. ઘણા રાજ્યોના કર્મચારીઓના ડીએ પણ કેન્દ્રીય કર્મચારીઓની બરાબર 34 ટકા પર પહોંચી ગયા છે. હવે એવી ખબર સામે આવી છે કે મહારાષ્ટ્ર સરકાર પણ તેના કર્મચારીઓને 34 ટકા ડીએ આપી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

7th pay commission 7મું પગાર પંચ Central govt employees da hike કેન્દ્ર સરકારના કર્મચારીઓ ડીએ વધારો 7th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ