બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Captain Virat upset as Kolkata beat RCB at home After the match said where was mistake

RCB vs KKR / ઘરઆંગણે જ કોલકાતાએ RCBને હરાવતા કેપ્ટન વિરાટ નારાજ, જણાવ્યું મેચ બાદ ક્યાં ભૂલ થઈ

Megha

Last Updated: 09:15 AM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલની મેચમાં વિરાટ કોહલીની ટીમને જીતવા માટે 201 રનનો ટાર્ગેટ હતો પણ કોહલીની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 179 રન જ બનાવી શકી હતી.

  • KKR એ પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 200 રન બનાવ્યા
  • કોહલીએ 37 બોલમાં 54 રન બનાવ્યા
  • મળેલી તકોનો લાભ ઉઠાવી શક્યા નહતા- કોહલી 

IPL 2023 એ તેની અડધી સફર પૂરી કરી લીધી છે એવામાં  ગઈકાલની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ એ સતત 4 હાર બાદ તેમની પહેલી જીત નોંધાવી છે. કોલકતા ટીમે તેની 8મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રનથી હરાવ્યું હતું. વિરાટ કોહલીએ ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી હતી અને તેને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 

KKR એ પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 200 રન બનાવ્યા
જે પછી કોલકાતાની ટીમે પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 200 રન બનાવ્યા જેમાં જેસન રોયે 29 બોલમાં 5 સિક્સર ફટકારી 56 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન નીતિશ રાણાએ 21 બોલમાં 48 રન બનાવ્યા હતા. તો વેંકટેશ અય્યરે 31 અને જગદીસને 27 રન બનાવ્યા હતા. એ ઇનિંગ દરમિયાન આરસીબી તરફથી વિજય કુમાર અને વાનિન્દુ હસરંગાએ 2-2 વિકેટ લીધી હતી. એ મેચની આ ઇનિંગ રમતા નીતીશ રાણાને બે વખત જીવનદાન મળ્યું હતું. 

કોહલીએ 37 બોલમાં 54 રન બનાવ્યા
આ સાથે જ વિરાટ કોહલીની ટીમને મેચ જીતવા માટે 201 રનનો ટાર્ગેટ હતો પણ કોહલીની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 179 રન જ બનાવી શકી હતી. ટીમ માટે આ મેચમાં કેપ્ટનશિપ સંભાળી રહેલા વિરાટ કોહલીએ 37 બોલમાં સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. આ સિવાય મહિપાલ લોમરોરે 34 અને દિનેશ કાર્તિકે 22 રન બનાવ્યા હતા.કોલકાતા ટીમ તરફથી સ્પિનર વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી તો સુયશ શર્માને 2 અને મીડિયમ ફાસ્ટ બોલર આન્દ્રે રસેલે પણ 2 મહત્વની વિકેટ લીધી હતી.

જો કે આ હાર પર વિરાટ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

મળેલી તકોનો લાભ ઉઠાવી શક્યા નહતા- કોહલી 
આ હાર પછી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે અમે મેચમાં સારું પ્રદર્શન નથી બતાવી શક્યા અને અમે હારવાના હકદાર છીએ. અમે સામેવાળી ટીમને જીતવાની તક આપી અને મેચમાં અમારું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું. મેચ દરમિયાન અમને મળેલી તકોનો લાભ ઉઠાવી શક્યા નહતા અને ઘણા કેચ છોડ્યા હતા જેના કારણે અમારે વધુ 25-30 રનનો પીછો કરવો પડ્યો.આ સાથે જો અમે બેટિંગની વાત કરીએ તો  અમારા બેટ્સમેન સતત આઉટ થતા રહ્યા જેના કારણે અમે લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહીં. જો કે એક સારી ભાગીદારી મેચને પલટી દેત પણ એવું થયું નહીં.'

KKRના આ બે બોલરોએ RCBને રન બનાવતા અટકાવી 
201 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી હતી. ટીમ માટે આ મેચમાં કેપ્ટનશિપ સંભાળી રહેલા વિરાટ કોહલીએ 37 બોલમાં સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. આ સિવાય મહિપાલ લોમરોરે 34 અને દિનેશ કાર્તિકે 22 રન બનાવ્યા હતા.કોલકાતા ટીમ તરફથી સ્પિનર વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી તો સુયશ શર્માને 2 અને મીડિયમ ફાસ્ટ બોલર આન્દ્રે રસેલે પણ 2 મહત્વની વિકેટ લીધી હતી.

બે કેચ ચૂકી RCB
પહેલા ફાસ્ટ બોલર વિજય કુમારની 13મી ઓવરમાં ત્રીજા બોલ પર નીતિશ રાણાને જીવનદાન મળ્યું હતું. નીતિશે એરિયલ શોટ રમ્યો અને એ સમયે મોહમ્મદ સિરાજ બાઉન્ડ્રી પર હતો અનેએ તેની પાસે આસાન કેચની તક હતી પણ તે ચૂકી ગયો. એ સમયે નીતિશ 5 રન પર રમી રહ્યો હતો. 

હર્ષલ પટેલે બીજું જીવન આપ્યું
નીતીશે પ્રથમ જીવનદાન મેળવ્યા બાદ વધુ 43 રન બનાવ્યા હતા.  નીતિશને 15મી ઓવરના 5માં બોલ પર બીજું જીવન મળ્યું. આ વખતે પણ નીતીશે એરિયલ શોટ રમ્યો હતો. ત્યારબાદ હર્ષલ પટેલ પાસે કેચ પકડવાની આસાન તક હતી પણ તે ચૂકી ગયો. આ દરમિયાન નીતિશ 19 રન પર રમી રહ્યો હતો આ સાથે જ 16મી ઓવરમાં મેક્સવેલ કેચ પકડવાની તક ચૂકી ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ