બ્રેકિંગ ન્યુઝ
VTV / cabinet has decided to continue pm awas yojana grameen till 2024 anurag thakur
Last Updated: 05:49 PM, 8 December 2021
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાને 2024 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાને (ગ્રામીણ) 2024 સુધી ચાલુ રાખવા માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે.
પીએમ મોદીએ 2015 માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લોન્ચ કરી હતી
ADVERTISEMENT
#Cabinet approves continuation of Pradhan Mantri Awaas Yojana – Gramin beyond March 2021 till March 2024;
— Jaideep Bhatnagar (@DG_PIB) December 8, 2021
Scheme will ensure housing for all in rural areas#cabinetdecisions pic.twitter.com/HXuWQh1rOx
પીએમ મોદીએ 2015 માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લોન્ચ કરી હતી. ગ્રામીણ આવાસ યોજનાના માધ્યમ દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકોને ઘરના રીપેરિંગ અને ઘર બનાવવા આર્થિક સહાયતા અપાય છે.
સમતળ જમીન માટે 1,20,000 અને પહાડી વિસ્તારો માટે 1,30,000ની આર્થિક સહાયતા
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ સમતળ જમીન માટે 1,20,000 અને પહાડી વિસ્તારો માટે 1,30,000ની આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે છે.
PM આવાસ પર કેટલો ખર્ચ
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના પર અત્યાર સુધી 1,97,000 કરોડ રુપિયાનો ખર્ચ કરાયો છે. સરકારે આ યોજના માટે 2,17,257 કરોડ રુપિયાથી મંજૂરી આપી દેવાઈ છે.
Union Cabinet approves continuation of Pradhan Mantri Awas Yojana-Gramin scheme till March 2024. This will help achieve the target of 2.95 crore pucca houses with basic amenities in rural India: Union Minister Anurag Thakur pic.twitter.com/TuaJh1KPeh
— ANI (@ANI) December 8, 2021
PM આવાસમાં હિસ્સો
પીએમ આવાસ યોજના હેઠળ દેશના પહાડી રાજ્યોમાં કેન્દ્ર અને રાજ્ય 90:10ના પ્રમાણમાં સહાય અપાય છે. સામાન્ય વિસ્તારો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચે 60:40 ના ભાગે સહાય વિતરીત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.