બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / By 2027, India will become the third largest economy in the world

નિવેદન / જાપાન અને જર્મનીને પાછળ છોડીને વર્ષ 2027 સુધીમાં ભારત બનશે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા - અમિતાભ કાંત

Priyakant

Last Updated: 01:51 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amitabh Kant Statement Latest News: અમિતાભ કાંતે કહ્યું છે કે, ભારતે 2047 સુધીમાં $35 ટ્રિલિયન અર્થતંત્ર બનવા માટે આગામી ત્રણ દાયકામાં 9-10 ટકાનો વિકાસ દર હાંસલ કરવાની જરૂર

Amitabh Kant Statement  : ભારતના G-20 શેરપા અમિતાભ કાંતનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અમિતાભ કાંતે કહ્યું છે કે, ભારતે 2047 સુધીમાં $35 ટ્રિલિયન અર્થતંત્ર બનવા માટે આગામી ત્રણ દાયકામાં 9-10 ટકાનો વિકાસ દર હાંસલ કરવાની જરૂર છે. અમિતાભ કાંતે કહ્યું કે, ભારત 2027 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

અમિતાભ કાંતે કહ્યું કે, આપણી મહત્વાકાંક્ષા એવી હોવી જોઈએ કે 2047 સુધીમાં આપણે માત્ર 35 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા જ ન બનીએ પરંતુ  આપણેમાથાદીઠ આવકને વર્તમાન $3,000 થી વધારીને $18,000 કરવા માટે પણ સક્ષમ છીએ. હાલમાં ભારતીય અર્થતંત્ર 3,600 અબજ ડોલરનું છે. કાંતે કહ્યું કે, ભારતને વિકાસના ચેમ્પિયન બનવા માટે ઓછામાં ઓછા 12 રાજ્યોની જરૂર છે અને તેઓએ 10 ટકાથી વધુના દરે વૃદ્ધિ કરવી પડશે.

દેશને 30 વર્ષ માટે 10 ટકા વૃદ્ધિ દરની જરૂર: અમિતાભ કાંત
અમિતાભ કાંતે ખાનગી ન્યૂઝ ચેનલની કોન્ફરન્સમાં કહ્યું, ભારતનો વિકાસ ઊંચા દરે થવો જોઈએ. ભારતે ત્રણ દાયકા સુધી દર વર્ષે 9-10 ટકાના દરે વૃદ્ધિ કરવી જોઈએ. ભારતનું અર્થતંત્ર ઑક્ટોબર-ડિસેમ્બર 2023માં 8.4 ટકાના અપેક્ષા કરતાં વધુ સારા દરે વૃદ્ધિ પામ્યું હતું, જે છેલ્લા દોઢ વર્ષમાં સૌથી વધુ છે. આનાથી ચાલુ નાણાકીય વર્ષ માટે વિકાસ દરના અંદાજને 7.6 ટકા સુધી લઈ જવામાં મદદ મળી છે. તેમણે કહ્યું કે, ઝારખંડ, છત્તીસગઢ અને બિહાર જેવા રાજ્યોનો વિકાસ દર ઊંચો હોવો જોઈએ. જો આ રાજ્યો 10 ટકાથી વધુ વૃદ્ધિ પામે છે, તો ભારત 10 ટકાથી વધુ વૃદ્ધિ પામશે. અમિતાભ કાંતે કહ્યું કે, લોકસભાની ચૂંટણી પછી ભારતે શિક્ષણ, આરોગ્ય અને પોષણમાં મોટા સુધારાઓ શરૂ કરવા જોઈએ.

વધુ વાંચો: તમારી લોકસભા સીટ પરથી ચૂંટણી લડનાર ઉમેદવાર પાસે કેટલી સંપત્તિ છે? આ વેબસાઈટ પરથી મળશે તમામ જાણકારી

મુખ્ય ઉદ્યોગોના દરમાં વધારો પ્રોત્સાહક
ભારતના આઠ મોટા ઉદ્યોગોએ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં 6.7 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આ માહિતી ગુરુવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટામાંથી બહાર આવી છે અને તેના દ્વારા એ પણ બહાર આવ્યું છે કે, આઠ મોટા ઉદ્યોગોમાં ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP)માં સમાવિષ્ટ માલસામાનનો હિસ્સો 40.27 ટકા છે. તેથી તે એકંદર ઔદ્યોગિક વિકાસ દરનો સારો સંકેત આપે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ