bride asks for construction of girls hostel instead of 75 lakh dowry in rajasthan
રાજસ્થાન /
દહેજમાં 75 લાખ આપવાના હતા પિતા, દુલ્હને જે કર્યું તે જાણી તમે પણ દીકરીને કરશો સલામ
Team VTV02:51 PM, 26 Nov 21
| Updated: 02:52 PM, 26 Nov 21
રાજસ્થાનના બાડમેરની એક યુવતીએ એક એવું કામ કર્યું છે, જેના વખાણ બધા કરી રહ્યા છે. યુવતીએ તેના દહેજમાં મળેલા પૈસાથી છોકરીઓ માટે હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું છે.
અંજલિએ ઈચ્છા દર્શાવી શહેરમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવે
સાસરિયાઓએ પણ અંજલિની આ પહેલને આવકારી
સોશિયલ મીડિયા પર આ અંગે અંજલિના વખાણ થઈ રહ્યાં છે
અંજલિએ ઈચ્છા દર્શાવી શહેરમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવે
એક મિડીયા રિપોર્ટ અનુસાર, બાડમેર શહેરના કિશોરસિંહ કાનોડની દિકરી અંજલિના લગ્ન 21 નવેમ્બરે પ્રવીણ સિંહ સાથે થયાં હતાં. અંજલિને જાણવા મળ્યું કે, તેના પિતા દહેજમાં 75 લાખ જેટલી મોટી રકમ આપવા જઈ રહ્યાં છે. અને આ પૈસા તેમણે તેના માટે મૂક્યા છે. આના પર અંજલિએ તેના પિતાને કહ્યું કે દહેજ માટે રાખેલા પૈસા ગર્લ્સ હોસ્ટેલના બાંધકામ માટે આપી દો. આના પર પરિવાર થોડી ચર્ચા બાદ સંમત થયો. જે બાદ કિશોરસિંહ કનોડાદે દીકરીની ઈચ્છા મુજબ ગર્લ હોસ્ટેલ માટે 75 લાખ રૂપિયા આપ્યા હતા. આ હોસ્ટેલ NH 68 પર બનાવવામાં આવશે. સાસરિયાઓએ પણ અંજલિની આ પહેલને આવકારી
અંજલિના સાસરિયાઓએ પણ આ પહેલને આવકારી છે. કહેવાય છે કે લગ્નની વિધિઓ પૂરી થયા બાદ અંજલિએ મહંત પ્રતાપ પુરીનો સંપર્ક કર્યો અને દહેજના પૈસાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે તેમણે ઉપસ્થિત મહેમાનોને આ વાતની જાણ કરી ત્યારે સૌએ તાળીઓના ગડગડાટથી આ જાહેરાતને આવકારી હતી. અંજલિના સાસરિયાઓએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી.
સોશિયલ મીડિયા પર આ અંગે અંજલિના વખાણ થઈ રહ્યાં છે
અંજલિના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. બાડમેરના રાવત ત્રિભુવન સિંહ રાઠોડે ટ્વિટર પર આ સમાચાર શેર કર્યા છે. જેને ઘણા લોકોએ રિટ્વીટ કરીને અંજલિના વખાણ કર્યા છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને લખ્યું છે કે છોકરીઓના શિક્ષણને લઈને અંજલિનું આ પગલું સરાહનીય છે.