ભૂકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની સ્મૃતિમાં ભુજમાં ભુજીયા ડુંગરની તળેટીમાં PM મોદીનો ડ્રિમ પ્રોજેકટ "સ્મૃતિવન"તો શરૂ થઈ ગયું. ભુજીયા ડુંગરની એકબાજુ વિકાસ અને બીજી બાજુ દુર્દશા પ્રવાસીઓમાં ચર્ચાનો વિષય બની છે.
ભુજીયા ડુંગરની હાલત જર્જરિત
એકબાજુ વિકાસ તો બીજી બાજુ દુર્દશા
ડુંગરના અન્ય ભાગમાં વિકાસ કરવા માંગ
કચ્છમાં આવેલો વિનાશક ભૂકંપ તો સૌ કોઈને યાદ હશે ત્યારે ભૂકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની સ્મૃતિમાં ભુજમાં ભુજીયા ડુંગરની તળેટીમાં વડાપ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેકટ "સ્મૃતિવન"તો શરૂ થઈ ગયું. પરંતુ ભુજીયા ડુંગરની એકબાજુ વિકાસ અને બીજી બાજુ દુર્દશા અહીં આવતા પર્યટકો તેમજ સ્થાનિકો માટે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
કચ્છમાં આવેલો વિનાશક ભૂકંપતો સૌ કોઈને યાદ હશે ત્યારે ભૂકંપગ્રસ્તોની યાદમાં ભુજમાં ભુજીયા ડુંગરની તળેટીમાં દેશનું સૌથી વિશાળ સ્મારક "સ્મૃતિવન " બનાવવામાં આવ્યું છે.અંદાજિત 200 થી 300 એકરમાં બનેલું સ્મૃતિવન ક્ચ્છ, ગુજરાત સહીત દેશ માટે પણ એક આગવું પર્યટન સ્થળ બની રહ્યું છે. ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં નિર્માણ પામેલા સ્મૃતિવનમાં 52 ચેકડેમ ,પાથ વે અને સનસેટ પોઇન્ટ તેમજ ભૂકંપની અનુભૂતિ કરાવતા મ્યુઝીયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
35 હજાર વૃક્ષોનુ મળી કુલ 85 હજાર વૃક્ષોનું 200 થી 300 એકરમાં વાવેતર કરવામાં આવ્યું
આ મ્યુઝિયમ વિશિષ્ટતા ધરાવે છે.લોકોને સ્વંયભુ ભૂકંપની અનુભૂતિ થાય તે પ્રકારે આ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ચેકડેમોની ફરતે ધરતીકંપના મૃતકોની નામાવલી લગાવવામાં આવી છે .ભૂકંપમાં મોતને ભેટેલા કચ્છનાં લોકોની નામ અને ગામ સાથેની યાદી 52 ચેકડેમ લગાવવામાં આવી છે. જેથી તેમની યાદ અંકિત રહે આ ઉપરાંત સોલાર પાવર પ્લાન્ટ લગાવાયો છે જેનાથી સમગ્ર સ્મૃતિવનમાં લાઈટનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે.સ્મૃતિવન આકાશી નયનરમ્ય દ્રષ્યો મનમોહી લે છે.આ ઉપરાંત સ્મૃતિવન હરિયાળું બનાવવા માટે સંસ્થાઓ દ્વારા 35 હજાર વૃક્ષોનુ મળી કુલ 85 હજાર વૃક્ષોનું 200 થી 300 એકરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
ગાંડા બાવળોનું સિવાય કઈક નથી દેખાતું
પરંતુ દુઃખ નીવાત એછે જે ડુંગર ના નામ પર થી ભુજ શહેરનું નામ પડ્યું છે તે ભુજીયા ડુંગરની બીજી બાજુની સાઈડ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. ડુંગરની ટોચ પર આવેલ ભુજંગ દેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે. પણ કોઈ ને મંદિર ના દર્શન કરવા હોય તો દર્શનાર્થી ઓ માટે જોખમ સમાન છે. ડુંગરની તળેટીથી ટોચ પર પહોંચવા માટેના પગથિયાની હાલત જર્જરિત છે લોકો ને ડુંગર પર જવું હોય તો અનેકવાર વિચાર કરતા કરી દે. ભુજીયા ડુંગરના આગળ ના ભાગ માં કરોડો રૂપિયા ખર્ચી ને સ્મૃતિવનનું નિર્માણ થયું તે સારી બાબત છે. ભુજની શાન સમાન ભુજીયા ડુંગર બીજી સાઈડની સ્થિતિ અતિ દયનિય છે. જ્યાં જુઓ ત્યાં ગાંડા બાવળોનું સિવાય કઈક નથી દેખાતું જો બીજી તરફ રાજાશાહી સમયના જાજરમાન 15 જેટલા કોઠા આવેલ છે. તે પણ વિકાસ જંખી રહ્યા છે. 300 એકરમાં ફેલાયેલા ભુજીયા ડુંગરમાં રાજાશાહી સમય કરાવેલું બાંધકામ ખુબજ સુંદર કલાકૃતિથી ભરપૂર છે. જે હાલ ખંડેર હાલતમાં હોવા છતાં અહીં આવતા જોનારા પર્યટકો પણ અચંબિત થઈ જાય છે.
ભુજીયા ડુંગરની બીજી બાજુની સ્થિતિ કોટ જર્જરીત છે
ત્યારે સ્થાનિક લોકો ની પણ સરકાર પાસે માગણી છે કે ભુજીયા ડુંગરની એકબાજુ જે પ્રમાણે સ્મૃતિવનનું નિર્માણ કરાવ્યું એજ રીતે બીજી બાજુ પણ વિકાશ થાયતો અનેક લોકો ભુજીયા ડુંગરની ઇતિહાસ જાણી શકે અને કચ્છ આવતા પ્રવાસીઓ માટે આર્ષણનું કેન્દ્ર બન્ની શકે છે.