માત્ર ફેશન માટે ના પહેરશો કડું, જાણી લો આ જરૂરી વાતો

By : krupamehta 01:03 PM, 12 July 2018 | Updated : 01:07 PM, 12 July 2018
હાથમાં કડું પહેરવાની ફેશન ઘણા વર્ષોથી છે. શિખ ઘર્મમાં કડાને ધારણ કરવું ફરજિયાત માનવામાં આવ્યું છે. મોટાભાગના વ્યક્તિ ચાંદી, સોનું, લોખંડ અથવા અષ્ટધાતુનું કડું પહેરે છે. વાસ્તવમાં કડું માત્ર ફેશન માટે નથી. રત્ન ધાતુઓના જાણકાર માને છે કે જો તમે થોડી જાણકારી સાથે કડું પહેરો તો એના ઘણા ફાયદા પણ થશે.

પારદ એક જીવત ધાતુ છે ્ને પારદ ધાતુનું કડું હાથમાં ધારણ કરવાથી ઘણા પ્રકારની બિમારીઓથી રક્ષા થાય છે. જે વ્યક્તિ સિઝન સંબંધી બિમારીઓનો શિકાર જલ્દી થાય છે. જેમની શારીરિક કમજોરી વધી જાય છે. આ દરેક બિમારીઓથી બચવા માટે હાથમાં પારદ ધાતુનું કડું પહેરવું લાભ માનવામાં આવે છે. 

જે વ્યક્તિઓ પર નકારાત્મક શક્તિઓની અસર જલ્દી થાય છે એમને પણ પારદ ધાતુનુ કડું પહેરવાથી લાભ થાય છે. કારણ કે પારદ ધાતુને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. 

જે વ્યક્તિઓની કમર, હાથ પગ, પેટમાં દુખાવો રહે છે એ હાથમાં પારદ ધાતુનું કડું ધારણ કરે, કારણ કે પારદ ધાતુમાં સ્પંદન હોય છે.  જે લોહીનું સર્કુલેશન નિયંત્રણ રાખે છે. Recent Story

Popular Story