બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Bear Grylls want adventure trip with Indian cricketer virat kohli says in interview

ManVs.Wild / શું આવનાર એડવેન્ચર ટ્રીપમાં વિરાટ કોહલી જોવા મળશે? ગ્રિલ્સે કર્યો ખેલાડી વિશે ખુલાસો

MayurN

Last Updated: 02:29 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'મેન વર્સિસ વાઇલ્ડ' માટે જાણીતા બ્રિટિશ સાહસિક બેયર ગ્રિલ્સ સ્ટાર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે એડવેન્ચર પર જવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

  • મેન વર્સિસ વાઇલ્ડમાં બેયર ગ્રિલ્સ એક ક્રિકેટરને કર્યો યાદ
  • વિરાટ સાથે એડવેન્ચર પર જવાની ઇચ્છા વ્યક્ત કરી
  • BCCI ના કરાર મુજબ જોખમ હોય તેવું કામ ખેલાડી ન કરી શકે

પોતાના શો 'મેન વર્સિસ વાઇલ્ડ' માટે જાણીતા બ્રિટિશ સાહસિક બેયર ગ્રિલ્સ એક સ્ટાર ભારતીય ક્રિકેટર સાથે એડવેન્ચર પર જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. 48 વર્ષીય ગ્રિલ્સ અગાઉ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેતા રણવીર સિંઘ સાથે એપિસોડ્સ કરી ચૂક્યા છે. હવે તે એક સ્ટાર ભારતીય બેટ્સમેન સાથે એડવેન્ચર પર જવા ઈચ્છે છે.

વિરાટ સાથે એડવેન્ચર ટ્રીપ
બેયર ગ્રિલ્સની ભારતમાં લોકપ્રિયતા ત્યારથી વધી રહી છે જ્યારથી તેણે પોતાની એડવેન્ચર ટ્રિપ પર ભારતીય સેલિબ્રિટિઝને આમંત્રણ આપવાનું શરૂ કર્યું છે અને હવે તે દુનિયાના સૌથી પ્રખ્યાત ખેલાડીઓમાંના એક વિરાટ કોહલી સાથે એડવેન્ચર પર જવા માટે ઉત્સુક છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનના ઇન્સ્ટાગ્રામ પર 20 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

 

કોહલીનું દિલ સિંહનું છે
એક ઈન્ટરવ્યુમાં ગ્રિલ્સે વિરાટ કોહલી સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, તેનું દિલ સિંહનું છે અને તેની સાથે એડવેન્ચર ટ્રિપ પર જવાની ખૂબ જ મજા આવશે. ગ્રિલ્સની જેમ વિરાટને પણ એડવેન્ચર સ્પોર્ટ્સમાં ખૂબ જ રસ છે અને તેણે ભૂતકાળમાં અનેક પ્રસંગોએ તેમના વિશે વાત કરી છે, પરંતુ ગ્રીલ્સ સાથે એડવેન્ચર ટ્રિપ પર જવું એ 33 વર્ષીય ભારતીય માટે સંપૂર્ણપણે નવો અનુભવ હશે. જોકે નજીકના ભવિષ્યમાં આ પ્રકારનું કોઈ સાહસ કરવું મુશ્કેલ બનશે, કારણ કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) સાથે કેન્દ્રીય કરારબદ્ધ થયેલા ખેલાડીઓને ઈજાથી બચવા માટે ચોક્કસ રમતોમાં ભાગ લેવાની છૂટ હોતી નથી.

વિરાટ હાલ ક્રિકેટથી દુર
જણાવી દઈએ કે વિરાટ કોહલી આ દિવસોમાં ક્રિકેટથી દુર છે અને થોડા દિવસો પહેલા તે પોતાના પરિવાર સાથે પેરિસમાં રજાઓ ગાળતો જોવા મળ્યો હતો. આરસીબીના આ સ્ટાર ખેલાડીએ આ દિવસોમાં ક્રિકેટમાંથી આરામ કરવાનો નિર્ણય લીધો છે અને તેથી જ તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ચાલુ મહિનાના અંતથી યુએઈમાં યોજાનારી એશિયા કપ ટી-20 ટુર્નામેન્ટમાં પુનરાગમન કરે તેવી શક્યતા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Adventure Trips Ajay Devgan Bear Grylls Cricket Discovery Jungle Man vs Wild Narendra Modi Ranvir Singh Virat Kohli axay kumar Adventure
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ