બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bank Holidays March 2023: Next month is Holi, know for how many days banks will be closed

તમારા કામનું / જરૂરી કામ અટવાયા હોય તો ફટાફટ પૂરા કરી દેજો, નહીં તો આટલાં દિવસ માર્ચમાં બેંકો બંધ રહેશે

Megha

Last Updated: 10:44 AM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરબીઆઈએ આવતા મહિના માટે બેંક હોલિડે લિસ્ટ જાહેર કર્યું છે અને સાપ્તાહિક રજાઓ સહિત માર્ચ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે.

  • માર્ચમાં હોળી સહિતના આ તહેવારો આવશે 
  • આરબીઆઈ એ બેંકોમાં રજાઓની યાદી બહાર પાડી
  • સાપ્તાહિક રજાઓ સહિત માર્ચ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે

વર્ષ 2023નો માર્ચ મહિનો શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે એવામાં આપણએ બધા જાણીએ છીએ કે આ મહિનામાં હોળી સહિતના ઘણા તહેવારો ઉજવવામાં આવી રહ્યા છે. જો કે આવી સ્થિતિમાં તમારી પાસે બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ બાકી છે તો માર્ચ મહિનાની રાહ જોયા વિના આ જ મહિનાના બાકીના દિવસોમાં તેને પૂરા કરી લેવા જોઈએ. જણાવી દઈએ કે આરબીઆઈએ આવતા મહિના માટે બેંક હોલિડે લિસ્ટ જાહેર કર્યું છે અને સાપ્તાહિક રજાઓ સહિત માર્ચ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. નોંધનીય છે કે બેંકોમાં રજાઓની યાદી પણ આરબીઆઈની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવી છે. 

માર્ચમાં હોળી સહિતના આ તહેવારો આવશે 
જણાવી દઈએ કે આવતા મહિને એટલે કે માર્ચ મહિનામા રંગોનો તહેવાર હોળી આવી રહ્યો છે. આ ઉપરાંત ગુડી પડવા/ઉગાદી/પ્રથમ નવરાત્રી/તેલુગુ નવું વર્ષ અને રામનવમી જએવા ઘણા તહેવારી પણ આવી રહ્યા છે. જો કે આ તહેવારો જુદા જુદા રાજ્યોના આધારે હોય છે અને એ મુજબ રિઝર્વ બેંક બેંકિંગ રજાઓની લિસ્ટ બહાર પાડે છે. વિવિધ તહેવારો અને કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને બેંક હોલીડે દરેક રાજ્યમાં અલગ હોઈ શકે છે. મહત્વનું છે કે આ તહેવારો ઉપરાંત માર્ચ મહિનામાં રવિવાર અને બીજા-ચોથા શનિવાર સહિત 6 સાપ્તાહિક રજાઓ પણ છે. 

આ તારીખો પર બંધ રહેશે બેંક 
3 માર્ચ, 2023: ચાપચર કૂટ નિમિત્તે આઈઝોલમાં બેંકો બંધ રહેશે
5 માર્ચ 2023 - રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ 
7 માર્ચ 2023- હોળીને કારણે બેંક બંધ રહેશે 
8 માર્ચ 2023- ધૂળેટી પર બેંક બંધ રહેશે 
9 માર્ચ 2023- હોળીના અવસર પર પટનામાં બેંકો બંધ રહેશે.
11 માર્ચ 2023- બીજા શનિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ 
12 માર્ચ 2023- રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ 
19 માર્ચ 2023- રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ 
22 માર્ચ 2023 -  ગુડી પડવા / ઉગાદી / બિહાર દિવસ / સાજીબુ નોંગમાપનબા / પ્રથમ નવરાત્ર/ તેલુગુ નવા વર્ષનો દિવસ રજાઓ હશે
25 માર્ચ 2023- મહિનાના ચોથા શનિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ 
26 માર્ચ 2023- રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ 
30 માર્ચ 2023- રામ નવમી

બેંકિંગ કામ ઓનલાઈન થઈ શકશે 
બેંકની રજાઓ અને રાજ્યોમાં ઉજવાતા તહેવારોમાં બેંકોની શાખા બંધ હોવા છતાં, તમે તમારા ઘરના આરામથી બેંકિંગ સંબંધિત કામ ઓનલાઈન કરી શકો છો. આ સુવિધા હંમેશા 24 કલાક કાર્યરત રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ