બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / bangladesh will import 50 thousand tonnes of onion from india amid oppositions india out campaign

'ઈન્ડિયા આઉટ કેમ્પેઈન' / બાંગ્લાદેશના વિપક્ષની ચાંપલૂસી, ભારત સામે ખોલ્યો મોરચો, PM શેખ હસીનાએ આપ્યો 'મસાલેદાર' જવાબ

Dinesh

Last Updated: 06:32 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

bangladesh news: શેખ હસીના સરકારનું આ પગલું એટલા માટે પણ મહત્વનું ગણાય છે કારણ કે બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી BNP અને તેના સહયોગી દળોના નેતાઓ ભારતના પ્રભાવને ખતમ કરવા માટે 'ઈન્ડિયા આઉટ કેમ્પેઈન' ચલાવી રહ્યા છે.

બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ભારત વિરોધી અભિયાન વચ્ચે શેખ હસીના સરકાર ભારતમાંથી 50 હજાર ટન ડુંગળીની આયાત કરશે. હસીના સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બુધવારે આ બાબતમાં વાણિજ્ય મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ બેઠકની અધ્યક્ષતા નાણાં મંત્રી અબુલ હસન અલીએ કરી હતી.

શ્રીલંકાના રસ્તે બાંગ્લાદેશ: 5 મહિના ચાલે તેટલો જ ખજાનો બચ્યો, કંગાળ થવાના  આરે આવ્યો વધુ એક પાડોશી દેશ | bangladesh is facing forex reserve crisis sheikh  haseena ...

'ઈન્ડિયા આઉટ કેમ્પેઈન' વચ્ચે ડૂંગળીની આયાત થશે
શેખ હસીના સરકારનું આ પગલું એટલા માટે પણ મહત્વનું ગણાય છે કારણ કે બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી BNP અને તેના સહયોગી દળોના નેતાઓ ભારતના પ્રભાવને ખતમ કરવા માટે 'ઈન્ડિયા આઉટ કેમ્પેઈન' ચલાવી રહ્યા છે. આ અંતર્ગત તેઓ બાંગ્લાદેશમાં ભારતીય વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યા છે. અગાઉ BNP નેતા રૂહુલ કબીર રિઝવીએ કાશ્મીરી શાલ સળગાવી હતી. જે બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ નિશાન સાધતા કહ્યું હતું કે શું તેઓ ભારતીય મસાલા વગરનું ભોજન ખાઈ શકે છે?

શેખ હસીનાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તેઓ તેમની પાર્ટી ઓફિસની સામે તેમની પત્નીઓની ભારતીય સાડીઓ બાળશે ત્યારે જ સાબિત થશે કે તેઓ ખરેખર ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે પ્રતિબદ્ધ છે.

ડુંગળીના ભાવ શું હશે ?
બાંગ્લાદેશની ન્યૂઝ વેબસાઈટ અનુસાર ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશ, વાણિજ્ય મંત્રાલયની સરકારી સંસ્થા, ભારતની નેશનલ કો ઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ પાસેથી જી-ટુ-જી ધોરણે ડુંગળીની આયાત કરશે. જો કે ડુંગળીના ભાવ શું હશે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. કેબિનેટ વિભાગના અધિક સચિવનું કહેવું છે કે ભારતમાંથી ડુંગળીની આયાતને મંજૂરી મળ્યા બાદ આ પ્રસ્તાવ કેબિનેટ કમિટીને મોકલવામાં આવશે. ત્યારે ડુંગળીના ભાવ જાહેર થઈ શકે છે.

પ્રતિબંધ છતાં ભારત બાંગ્લાદેશને ડુંગળીની નિકાસ કરશે
ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ બાંગ્લાદેશ અને UAEને રાહત આપતા રમઝાન અને ઈદ પહેલા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. બાંગ્લાદેશના વિપક્ષી નેતાઓ ભારત પર આરોપ લગાવે છે કે ભારત બાંગ્લાદેશના લોકોનું સમર્થન કરતું નથી પરંતુ શેખ હસીનાની પાર્ટી બાંગ્લાદેશ અવામી લીગને સમર્થન આપે છે. આ જ કારણ છે કે બાંગ્લાદેશના કેટલાક વિપક્ષી નેતાઓ 'ઈન્ડિયા આઉટ' અભિયાન ચલાવી રહ્યા છે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ