બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Babal's house of 10 coins in Gujarat! In many areas, traders and consumers are holding hands, but why?

રિયાલિટી ચેક / ગુજરાતમાં 10નો સિક્કો બબાલનું ઘર! કેટલાય વિસ્તારોમાં વેપારીઓ અને ગ્રાહકો અધ્ધર કરી લે છે હાથ, પણ કેમ?

Vishal Khamar

Last Updated: 06:25 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં મેગા સીટી સહિત જીલ્લા કક્ષાએ રૂા. 10 નો ચલણી સિક્કો સ્વીકારવામાં આવતો ન હોવાની ફરિયાદો ઉઠી છે. જે બાબતે VTV NEWS દ્વારા રિયાલીટ ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે રૂા. 10 નાં સિક્કા બાબતે વેપારી-ગ્રાહકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાતું હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • મેગા સીટી સહિત નાના શહેરોમાં VTV NEWS દ્વારા કરાયું રિયાલીટી ચેક
  • વડોદરામાં વેપારીઓ-ગ્રાહકો કરી રહ્યા છે રૂા. 10 નાં સિક્કાની લેવડ દેવડ
  • રાજકોટમાં રૂ. 10ના સિક્કાઓ નથી સ્વિકારી રહ્યા વેપારીઓ અને ગ્રાહકો 

 ગ્રાહકો-વેપારીઓ કરી રહ્યા છે રૂ.10ના સિક્કાની લેવડદેવડ
વડોદરા શહેરમાં રૂા. 10 નો સિક્કો સ્વીકારવાને લઈ  VTV NEWS દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં વેપારીઓ 10 નાં સિક્કાઓ સ્વીકારી રહ્યા છે. ત્યારે રાજ્યનાં અનેક શહેરોમાં 10 નો સિક્કો ન સ્વીકારાતો હોવાની ફરીયાદો  ઉઠી છે.  વડોદરાનાં બજારમાં 10 રૂપિયાનો સિક્કો વેપારીઓ સ્વીકારી રહ્યા છે. ગ્રાહકો-વેપારીઓ રૂા. 10 નાં સિક્કાની લેવડ દેવડ કરી રહ્યા છે. 

કેટલાક વેપારીઓ સિક્કા સ્વીકારવાની ના પાડે છે

ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ,ઉના, કોડીનાર,ગિરગઢડા, તાલાળા અને સુત્રાપાડા તાલુકામાં તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોમાં જે સરકારી ચલણ છે તેવા રૂપિયા 10 નાં સિક્કા ચાલતા નથી! આશ્ચર્યની વાત..! જી હા ખરા અર્થમાં ચાલતી નથી.કોઈપણ જગ્યાએ કોઈ ગ્રાહક ખરીદી કરવા જાય ત્યારે તે ગ્રાહક વેપારીને 10 નાં સિક્કા વસ્તુની ખરીદીના બદલામાં આપે ત્યારે આ ચલણ કેટલાક વેપારીઓ સ્વીકારવાની ના પાડે છે.સામે પક્ષે કોઈ ગ્રાહક પણ માલ ખરીદ બાદ પરત ચુકવણી રકમમાં 10 નાં સિક્કા સ્વીકારતો નથી. જવાબમાં જણાવે છે કે 'આ ચાલતા નથી!!' બેંકમાં દેવા જાય તો ત્યાં લાઈનમાં ઉભા રહેવું પડે છે.અને ખાસ કરીને નાના વર્ગના લોકોને બેન્ક સાથે કોઈ વિશેષ લેવડ દેવડ હોતી નથી. તેઓએ તે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ ખર્ચ કરવાનો હોય છે.ત્યારે બીજી જગ્યાએ કોઈ 10 ના સિક્કા  સ્વીકારવા માં આવતી નથી.

તહેવારમાં રૂા. 10 નાં સિક્કાનું ચલણ વિશેષ પ્રમાણમાં હોય છે

પાટણ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી દસ ના સિક્કા લોકો માટે મુસીબત સમાન થઈ ગયા છે નાના-મોટા વહેવારમાં દસ રૂપિયાની આપ લે વિશેષ અને મોટા પ્રમાણમાં થતી હોય છે. જો કે સામાજીક વ્યવહારમાં પણ ૧૦ રૂપિયાનુ ચલણ વિશેષ પ્રમાણમાં હોય છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે પાટણમાં છેલ્લા કેટલાય સમયથી વેપારીઓ ગ્રાહકો પાસેથી દસના સિક્કા સ્વીકારી રહ્યા નથી. દિવાળીના તહેવાર ટાણે વેપારીઓ એમ કહીને પોતાનો બચાવ કરી રહ્યા છે. કે અમારી પાસેથી સિક્કા આગળ કોઈ લેતું નથી. જેને લઇ નાના વેપારીઓ પણ દસના સિક્કા લેવાનું ટાળી રહ્યા છે.

 

ગ્રાહકો નથી સ્વિકારતા એટલે અમે સિક્કાઓ લેવાનું બંધ કર્યુંઃ વેપારી
રાજકોટમાં રૂા. 10 નાં સિક્કાને લઈ VTV NEWSનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. રાજકોટમાં રૂા. 10 નાં સિક્કાઓ વેપારીઓ તેમજ ગ્રાહકો સ્વીકારી રહ્યા નથી. રૂા. 10 નાં સિક્કાને લઈ વેપારીઓનો ગ્રાહકો પર આરોપ છે. આ બાબતે વેપારીઓએ જણાવ્યું હતું કે, ગ્રાહકો નથી સ્વીકારતા એટલે અમે સિક્કાઓ લેવાનું બંધ કર્યું છે. અજ્ઞાનના કારણે લોકો 10 નાં સિક્કા ન સ્વીકારી રહ્યા હોવાનો આરોપ વેપારીઓ કરી રહ્યા છે.

વેપારીઓ સિક્કો સ્વીકારવાની ના પાડી

અમારે રૂ.10નો સિક્કો બદલાવવા અમદાવાદ જવું પડે છે: દુકાનદાર
VTV NEWS દ્વારા બનાસકાંઠામાં રૂા. 10 નાં સિક્કાને લઈ રિયાલીટી ચેક કર્યું હતું.  મોટાભાગનાં વેપારીઓનો 10 નાં સિક્કા લેવાનો ઈન્કાર કર્યો હતો. રૂા. 10 નાં સિક્કા ન સ્વીકારતા હોવાને લઈ ગ્રાહકો-વેપારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાય છે. શાકભાજી, દુકાનદાર, હોલસેલનાં વેપારીઓ રૂા. 10 નાં સિક્કા સ્વીકારતા નથી. રૂા. 10 નાં સિક્કાઓને લઈ વેપારીઓનાં હોલસેલ વેપારીઓ પર આરોપ લગાવ્યા છે. આ બાબતે દુકાનદારે જણાવ્યું હતું કે, અમારી પાસેથી હોલસેલ વેપારીઓ રૂા. 10 નાં સિક્કા લેતા નથી. અમારે રૂા. 10 નો સિક્કો બદલાવવા અમદાવાદ જવું પડે છે. અમારી દુકાનમાં હજારો રૂપિયાનાં 10 નાં સિક્કા ભેગા થયા છે. 

વેપારીઓ અને ગ્રાહકો બન્નેનો 10ના સિક્કા સ્વિકારવાનો ઇનકાર 
જૂનાગઢમાં પણ રૂા. 10 નાં સિક્કા ન સ્વીકારાતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જે બાબતે VTV NEWS દ્વારા જૂનાગઢ શહેરમાં રૂા. 10 નાં સિક્કાને લઈ રિયાલીટી ચેક કરી હતી. જેમાં જૂનાગઢવાસીઓ શહેરમાં રૂા. 10 નાં ચલણી સિક્કા સ્વીકારી રહ્યા નથી.  વેપારીઓ અને ગ્રાહકો બંનેને 10 નાં સિક્કા સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યા છે. રૂા. 10 નાં સિક્કાને લઈ છાશવારે ગ્રાહકો-વેપારીઓ વચ્ચે તકરાર થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ