બ્રેકિંગ ન્યુઝ
VTV / Article-370 scrapped from jammu kashmir 10 points

ADVERTISEMENT
ન્યૂ દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે સોમવારના રોજ રાજ્યસભામા એક સંકલ્પ રજૂ કર્યો કે જેમાં કહેવામાં આવ્યું કે, સંવિધાનની કલમ 370ના તમામ ખંડ જમ્મૂ-કાશ્મીરમાં લાગુ નહીં થાય. ગૃહમંત્રીએ કહ્યું, 'રાષ્ટ્રપતિના અનુમોદન બાદ કલ 370ના તમામ ખંડ લાગુ નહીં થાય.' આ પહેલા સોમવાર સવારનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળના એક કલાક લાંબી બેઠક ચાલી. જેમાં ઉચ્ચ નેતૃત્વએ જમ્મૂ-કાશ્મીરથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. ત્યારે રાજ્યસભામાં બીએસપી નેતા સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે, તેમની પાર્ટી જમ્મૂ-કાશ્મીરથી કલમ 370 હટાવવાના નિર્ણય પર કેન્દ્ર સરકારનું સમર્થન કરશે.
Resolution revoking Article 370 from J&K moved in Rajya Sabha. pic.twitter.com/ayUAqJdb6o
— ANI (@ANI) August 5, 2019
ADVERTISEMENT
કાશ્મીર મુદ્દે સંસદનો ઘટનાક્રમઃ
ADVERTISEMENT
1. સરકારે સોમવારે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 37૦ હટાવવા અને રાજ્યનું વિભાજન તેમજ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્રશાસિત પ્રદેશોનાં રૂપમાં કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. જમ્મૂ કાશ્મીર કેન્દ્રશાસિત ક્ષેત્રમાં પોતાની વિધાનસભા હશે જ્યારે લદ્દાખ વગર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ હશે.
2. શાહે કહ્યું કે વિગતમાં 1950 અને 1960ના દશકમાં તત્કાલીન કોંગ્રેસ સરકારાએ આ જ રીતથી કલમ 370માં સંશોધન કર્યુ હતું. અમે પણ આ જ રીત અપનાવી છે.
ADVERTISEMENT
3. અમિત શાહે કહ્યું કે, નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદ સ્વયં પણ જમ્મૂ કાશ્મીરથી આવે છે, તેમને ચર્ચામાં ભાગ લઇને રાજ્યનાં લોકોની સમસ્યાઓને ઉજાગર કરવી જોઇએ.
4. અમિત શાહે રાજ્યસભામાં જમ્મૂ અને કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ 2019 રજૂ કર્યુ. અમિત શાહે લદ્દાખ માટે કેન્દ્રશાસિત પ્રદેશના ગઠનની જાહેરાત કરી કે જ્યાં ચંદીગઢની જેમ વિધાનસભા નહીં હોય.
ADVERTISEMENT
5. રાજ્યસભામાં અમિત શાહે જાહેરાત કરી કે કાશ્મીર અને જમ્મૂ ડિવિઝન વિધાનસભાની સાથે એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ હશે કે જ્યાં દિલ્હી અને પુડુચેરી જેવી વિધાનસભા હશે.
Constitution(application to Jammu and Kashmir) Order 2019 pic.twitter.com/ueZWl8VU59
— ANI (@ANI) August 5, 2019
ADVERTISEMENT
6. રાજ્યસભામાં આ દરમ્યાન કોંગ્રેસ સહિત મોટા ભાગના વિપક્ષી દળોએ બિલનો વિરોધ કરતા હોબાળો કર્યો અને આસન સમક્ષ જ ધરણાં પર બેસી ગયા.
7. હોબાળા દરમ્યાન જ પીડીપીના બે સભ્યોને સભાપતિ એમ વૈંકેયા નાયડુના આદેશ પર માર્શલોએ ગૃહમાંથી બહાર કર્યા. ગૃહમાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, તે જમ્મૂ કાશ્મીર રાજ્યમાં સંવિધાનની કલમ 370 હટાવવા અને રાજ્યનું વિભાજન બે કેન્દ્રશાસિત પ્રદેશોનાં રૂપમાં કરવા સંબંધી સંકલ્પનો વિરોધ કરે છે.
8. આ સાથે તેમને કહ્યું કે, તેમની પાર્ટી દેશના સંવિધાનનું સમ્માન કરે છે અને તેમની રક્ષાનો સંકલ્પ રજૂ કરે છે અને સંવિધાનની નકલો ફાડવાની આકરી નિંદા કરે છે.
9. સંકલ્પના વિરોધમાં આસન સમક્ષ આવીને હોબાળો કરી રહેલ પીડીપીના સભ્યોએ સંકલ્પની નકલોને ફાડી અને હવામાં ઉછાળી. જેમાંથી એક સભ્યએ તો પોતાનો કુર્તો પણ ફાડ્યો કે જેના પર સભાપતિએ નારાજગી વ્યક્ત કરી. પીડીપી સભ્યોએ પોતાના પર કાળી પટ્ટી બાંધી રાખી હતી.
10. જો કે જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવવા જવાને લઇને બસપાએ સરકારનું સમર્થન કર્યુ. આ પહેલા સોમવાર સવારનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની એક કલાક લાંબી બેઠક ચાલી. એવું સમજવામાં આવે છે કે આ બેઠકમાં ઉચ્ચ નેતૃત્વએ જમ્મૂ-કાશ્મીરથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.