બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / anupama fame anagha bhosale is living spritual life after leaving showbiz

મનોરંજન / ગ્લેમરસ દુનિયા છોડીને કૃષ્ણભક્તિમાં લીન થઈ ટીવી સિરિયલની આ ફેમસ અભિનેત્રી, હવે તુલસીની કંઠી-ચંદન તિલકથી છે ઓળખ

Arohi

Last Updated: 03:57 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anagha Bhosale: 'અનુપમા' ટીવી સીરિયલમાં નંદિનીનો રોલ નિભાવી રહેલી સુંદર એક્ટ્રેસ તો તમને યાદ જ હશે. એક્ટ્રેસનું જીવન હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે.

  • સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે અનધાનું જીવન 
  • ગ્લેમરસ દુનિયા છોડીને કૃષ્ણભક્તિમાં થઈ લીન
  • એક્ટ્રેસ હવે ગ્લેમર છોડી પહેરે છે તુલસીની કંઠી-ચંદન તિલક

TV TRP લિસ્ટમાં હંમેશા ટોપ પર રહેનાર શો 'અનુપમા'માં દરરોજ એક નવી ધમાલ જોવા મળે છે. જેમ જેમ શો જુનો થઈ રહ્યો છે. તેમ તેમ શો અને તેના કલાકારોને પસંદ કરતા લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. '

'અનુપમા' ટીવી સીરિયલમાં નંદિનીનો રોલ નિભાવનાર સુંદર એક્ટ્રેસ તો યાદ જ હશે તમને? નંદિનીનો રોલ નિભાવનાર એક્ટ્રેસ અનધા અરવિંદ ભોસલેએ થોડા સમય પહેલા શોને અલવિદા કહી દીધુ હતું ફેંસ રાહ જોઈ રહ્યા હતા કે તે કોઈ અન્ય શોમાં જોવા મળશે. પરંતુ એક્ટ્રેસે કોઈ શોમાં વાપસી ન કરી. 

અનધાએ પસંદ કરી ધાર્મિક રાહ 
એક્ટ્રેસ અનધા અરવિંદ ભોસલેએ બધુ છોડીને ધર્મની રાહ પસંદ કરી લીધી છે. એક્ટ્રેસ હવે શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન રહે છે. નો ઈસ્કોન સમાજ સાથે જોડાઈ ગઈ છે અને લોકોને કૃષ્ણ ભક્તિ વિશે જાગરૂત કરી રહી છે. 

હંમેશા ગ્લેમરસ અંદાજમાં જોવા મળતી અનધા હવે સાડી પહેરે છે. માથા પર ચંદન, ગળામાં તુલસીની માળા અને હાથમાં જાપની માળા લઈને પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે. એક્ટ્રેસે ખૂબ જ નાની ઉંમરમાં ધર્મના રસ્તાને પસંદ કર્યો છે. 

ફેંસ માટે મોકલ્યો મેસેજ 
શોબિઝની દુનિયા છોડતા પહેલા અનધાએ પોતાના ફેંસ માટે એક સંદેશ લખ્યો હતો. જેમાં આમ કવા પાછળ તેના શું વિચાર હતા તેના વિશે લોકોને જણાવવામાં આવ્યું છે. અનધાએ પોતાના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું હતું, "હરે કૃષ્ણા ફેમિલી, મને ખબર છે કે તમે લોકો મારા પ્રત્યે દયાળુ છો અને શો છડવા બાદ મારા માટે ચિંતિત છો. તમારા દરેકનો ધન્યવાદ. જો તમે નથી જાણતા તો હું તમને જણાવી દઉ કે મેં ઓફિશ્યલી ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધુ છે. હું આશા રાખુ છું કે તમે મારા આ નિર્ણયનું સન્માન કરશો. મેં આ નિર્ણય મારા ધાર્મિક વિચારના કારણે લીધો હતો. મને ખબર છે કે કર્મ કરતા રહેવું જોઈએ પરંતુ એ કામ ન કરવું જોઈએ જેનાથી કૃષ્ણ ખુશ ન થાય અને ધર્મના રસ્તા પર અવરોધ આવે. તે લોકોથી દૂર રહેવું યોગ્ય છે. જે તમને ભગવાનથી દૂર કરે છે."

સંકળાયેલા મુદ્દાઓ

Anagha Bhosale anupama spiritual life અનધા અરવિંદ ભોસલે અનુપમા anagha bhosale
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ