અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ના શૂટિંગ દરમિયાન લથડી તબિયત

By : HirenJoshi 12:15 PM, 13 March 2018 | Updated : 12:15 PM, 13 March 2018
મુંબઇઃ અમિતાભ બચ્ચનની તબિયત લથડી છે. આ વાતની જાણકારી તેમણે પોતાના બ્લોગમાં આપી છે. અત્યારે અમિતાભ ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ની શૂટિંગ માટે રાજસ્થાનમાં છે.

તેમણે પોતાના બ્લોગમાં જણાવ્યું કે, તબિયત ખરાબ સતત નાજૂક લાગી રહી છે. તેઓ ઇલાજ માટે મુંબઇ પરત ફરશે. મળતી માહિતી અનુસાર, અમિતાભ એક ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઇ પરત ફરશે. હમણાં થોડા દિવસો પહેલા જ કોકિલાબેન હોસ્પિટલમાં અમિતાભનું રૂટીન ચેકઅપ થયું હતું.

અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું કે, 'સવારે 5 વાગ્યે, એક નવી સવારની શરૂઆત, કેટલાક લોકો જીવવા માટે કામ કરે છે અને મહેનત કરે છે. આ કઠોર છે, વગર મુશ્કેલીઓ કંઇ મેળવી નથી શકતા, ઘણો સંઘર્ષ, નિરાશા અને દર્દ થાય...ત્યારે આપણાં સૌની ઇચ્છાઓ પૂરી થશે...ક્યારેક થશે ક્યારેક નહીં...જ્યારે તેઓ નથી કહેતા ત્યારે પોતાના તરફથી સારું આપવાની આવશ્યક્તા છે.'Recent Story

Popular Story