Friday, August 23, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાજનીતિ / ભાજપના અધ્યક્ષપદે યથાવત રહેશે અમિત શાહ, જાણો નિયમો શું કહે છે

ભાજપના અધ્યક્ષપદે યથાવત રહેશે અમિત શાહ, જાણો નિયમો શું કહે છે

લોકસભાથી લઇને વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે ઇલેક્શન વિનિંગ મશીન બનેલા અમિત શાહ ગૃહમંત્રીની સાથે પાર્ટીના અધ્યક્ષ પણ રહી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ પક્ષના અધ્યક્ષ પદને લઇને છેલ્લા કેટલાક સમયગાળાથી ચર્ચાનો દોર જામ્યો છે, તો આ મામલાના ઉકેલ માટે અમિત શાહે આગામી દિવસોમાં એક ખાસ બેઠકનું આયોજન પણ કર્યું છે. કારણ કે, અમિત શાહ જ્યારથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારથી કાર્યકરોનો જુસ્સો વધ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં ચૂંટણીમાં ભાજપ કોઇપણ પ્રકારનું રીસ્ક લેવા માગતુ નથી. 

ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં ભારતના દરેક રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખને આમંત્રિત કરાવવામાં આવ્યા છે. આ બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે ચર્ચા કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, આગામી સમયગાળામાં મહારાષ્ટ્ર, હરિયાણી, ઝારખંડ, અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષને લઇને કોઇપણ પ્રકારનું રિક્સ લેવા માગતું નથી. 

ગુજરાતમાં વાવાઝોડાંને લઈને અમિત શાહ ઍક્શનમાં, આ તૈયારીઓના આપ્યાં આદેશ

ભાજપના વિશ્વનીય સૂત્રોના જણાવ્યા મુજબ, આજના સમયગાળામાં અમિત શાહમાં તે ક્ષમતા છે કે, અતિ વ્યસ્ત ગૃહમંત્રાલયની સાથે 11 કરોડ સભ્યોવાળી દેશની સૌથી મોટી પાર્ટીને એક સાથે ચલાવી શકે છે. નવા અધ્યક્ષ કોણ બનશે... ? રાષ્ટ્રીય સ્તરે રહેલા એક ઉચ્ચ અધિકારીએ હળવા હાસ્ય સાથે કહ્યું હતું કે, ચર્ચાઓ જે પણ હોય, મને જ્યાં સુધી સૂચના મળી છે કે, 'અધ્યક્ષજી' હજી પોતાના પદ પર યથાવત રહેશે. આ તમામ બાબતો તેમના(અમિત શાહ) પર આધાર છે. 

શું નિયમો આડા આવશે.?
ભાજપમાં 'એક વ્યક્તિ એક પદ' સિદ્ધાંત લાગૂ કરવાની વાત કહેવામાં આવી છે. મતલબ કે, સંગઠનમાં રહેતા લોકો સરકારમાં ભૂમિકા નિભાન ન શકે. પરંતુ સપ્ટેમ્બર,2012માં સંશોધન બાદ તૈયાર કરવામાં આવેલ નવા બંધારણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ભાજપની વેબસાઇટ  (bjp.org) પર જોવા મળતા 46 નંબરના પાના પર રાષ્ટ્રીય અધ્યક્ષથી લઇને સ્થાનીક અધિકારીઓની ચૂંટણી અંગેના નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. 

bjp-president-election_061119031028.png

પરંતુ તેમાં અધ્યક્ષ પદ માટે એક વ્યક્તિ એક પદ સિદ્ધાંતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ભાજપની વેબસાઇટ પર જોવા મળતા બંધારણને સપ્ટેમ્બર,2012માં ફરીવાર તૈયાર કરવામાં આવ્યું હતું. ભાજપની મે-2012માં મુંબઇમાં યોજાયેલ રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં અધ્યક્ષને 3-3 વર્ષના 2 કાર્યકાળ આપવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જેને સપ્ટેમ્બર 2012માં સૂરજકુંડની બેઠકમાં મંજૂરી મળી હતી. 

આપને જણાવી દઇએ કે, 2014માં પાર્ટીના કોષાધ્યક્ષ હોવા છતાં પીયૂષ ગોયલ મંત્રી બન્યા હતા. જો કે, ત્યારબાદ થોડા સમયગાળામાં તેમનું નામ વેબસાઈટ પરથી હટાવી લેવામાં આવ્યું હતુ. હાલ ભાજપના કોષાધ્યક્ષ કોણ છે તે મામલે હજી સંસય છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ