બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / all party meeting in delhi before the budget session 2023

સર્વદળીય બેઠક / સંસદમાં તમામ મુદ્દે ચર્ચા કરવા તૈયાર', 37 નેતાઓને સરકારે આપી મોટી ખાતરી, ચીનને લઈને કહ્યું આવું

Vaidehi

Last Updated: 04:30 PM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદનાં બજેટ સત્ર પહેલાં સોમવારે દિલ્હી ખાતે સર્વદળીય બેઠક યોજવામાં આવી જેમાં 27 દળોનાં 37 નેતાઓએ ભાગ લીધો હતો. મીટિંગ બાદ કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહ્લાદ જોશીએ બેઠક અંગેની જાણકારી આપી હતી.

  • સંસદનાં બજેટ સત્ર પહેલાં દિલ્હી ખાતે સર્વદળીય બેઠક 
  •  27 દળોનાં 37 નેતાઓએ ભાગ લીધો 
  • બસપા અને BJD સહિત તમામે ચર્ચામાં ભાગ લીધો
  • કોંગ્રેસની ગેરહાજરી પર પ્રહ્લાદ જોશીએ કરી વાત

સંસદનાં બજેટ સત્રનો પહેલો ભાગ 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીનાં બજેટ રજૂ કરશે. સંસદનાં આ બજેટ સત્ર પહેલાં સોમવારે દિલ્હી ખાતે સર્વદળીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં 27 દળોનાં 37 નેતાઓએ ભાગ લીધો હતો.  મીટિંગ બાદ કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યું કે આજની મીટિંગ સારી રહી છે. હું સદનને સારી રીતે ચલાવવા માટે વિપક્ષનો સહયોગ ઈચ્છું છું. 

કોંગ્રેસની ગેરહાજરી પર પ્રહ્લાદ જોશી
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે અમે તમામ મુદાઓની ચર્ચા માટે તૈયાર છીએ. સર્વદળીય બેઠકમાં કોંગ્રેસની ગેરહાજરી પર પ્રહ્લાદ જોશીએ કહ્યું કે કોંગ્રેસની તરફથી જણાવવામાં આવ્યું છે કે તમામ નેતા કાશ્મીરમાં છે અને ત્યાંથી કેટલીક ફ્લાઈટ્સ લેટ થઈ છે. પાર્ટી આવતી કાલે તેમને મળીને સરકારની સામે પોતાની વાતો રજૂ કરશે.

બસપાએ ચીન મુદાને ફરી ચર્ચામાં ઊઠાવ્યો
સર્વદળીય બેઠકમાં રાજદે અદાણીનો મુદો ઊઠાવ્યો અને TMCએ પીએમ મોદી પર બનેલી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધનો મુદો ઊઠાવ્યો. સરકારે ગોઠવેલ સર્વદળીય બેઠકમાં બસપાએ ચીની ઘુસણખોરીનો મુદો ઊઠાવ્યો અને સંસદમાં ચર્ચાની માંગ પણ ઊઠાવી હતી. સૂત્રો અનુસાર સરકારે આ મુદે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે કેટલાક મામલા પર સદનનાં પટલ પર ચર્ચા કરી ન શકાય કારણકે તે સુરક્ષા સંબંધિત મુદો છે.

મહિલા આરક્ષણ મુદે BJD
બેઠક બાદ BJD સાંસદ સસ્મિત પાત્રાએ જણાવ્યું કે મહિલા આરક્ષણ વિધેયક આ સત્રમાં BJDની પ્રાથમિકતા રહેશે. અમે વિધેયકને પાસ કરાવવા પર ભાર આપી રહ્યાં છીએ. અમે બિલ પાસ કરાવવા માટે સરકાર પર દબાણ બનાવવા માટે સમાન વિચારધારાવાળાં દળોની સાથે સામાન્ય સહમતિ પણ બનાવશું. આ સિવાય BJDનાં સાસંદએ પીએમ આવાસ યોજના અને પીએમ ગરીબ કલ્યાણ યોજના અંગે પણ વાત કરતાં કહ્યું કે PMGKAYને અટકાવી દેવામાં આવ્યું છે, અમે નવીનીકરણ અને નિરંતર ઈચ્છીએ છીએ. PMAY અંતર્ગત ઘરોનું નિર્માણ પણ હજુ બાકી છે, સ્વીકૃત કરવામાં આવશે અને તે 2024 સુધી આ કાર્યક્રમને પણ બંધ કરી દેશે.

સંકળાયેલા મુદ્દાઓ

All party meeting delhi દિલ્હી સર્વદળીય બેઠક All party Meeting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ