બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Alert in Hoshiarpur due to reports of Amritpal Singh reappearing in Punjab

અપડેટ / અમૃતપાલ સિંહ ફરી પંજાબમાં દેખાયાના અહેવાલથી હોશિયારપુરમાં એલર્ટ જાહેર, પોલીસને ચકમો આપી ભાગી છૂટતા અનેક સવાલ

Priyakant

Last Updated: 07:38 AM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્યારે પોલીસને સૂચના મળ્યા બાદ તેને ઘેરવાનો પ્રયાસ કર્યો તો અમૃતપાલ કાર છોડીને ગામ તરફ ભાગી ગયો

  • ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહને લઇ મોટા સમાચાર 
  • ભાગેડુ અમૃતપાલ સિંહ પંજાબમાં હોવાના ઈનપુટથી પોલીસ એક્શનમાં
  • પોલીસે મંગળવારે મોડી રાત્રે ફગવાડા-હોશિયારપુર રોડ પર ઘેરાબંધી વધારી 

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ વિશે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઘણા દિવસોથી અમૃતપાલ સિંહ પંજાબ પોલીસને ચકમો આપી રહ્યો છે. આ દરમિયાન અગાઉ મંગળવારે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો હતો જેમાં અમૃતપાલ સિંહ દિલ્હીના લક્ષ્મી નગરમાં ફરતો જોવા મળે છે. તો બીજી તરફ મોટા સમાચાર એ સામે આવ્યા કે, ભાગેડુ અમૃતપાલ સિંહ પંજાબમાં છે. માહિતી મુજબ તે હોશિયારપુરમાં હતો અને પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે.  

પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને પકડવા માટે મંગળવારે મોડી રાત્રે ફગવાડા-હોશિયારપુર રોડ પર ઘેરાબંધી વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હોશિયારપુરમાં એક ઈનોવા કાર જોવા મળી હતી, જેમાં અમૃતપાલ હોવાની આશંકા હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્યારે પોલીસને સૂચના મળ્યા બાદ તેને ઘેરવાનો પ્રયાસ કર્યો તો અમૃતપાલ કાર છોડીને ગામ તરફ ભાગી ગયો.

અચાનક ગુપ્ત માહિતી મળી ક્યાંથી ? 
એક રિપોર્ટ અનુસાર જે ઈનોવા કારમાં અમૃતપાલ હોવાની આશંકા હતી, તે કાર ફગવાડા-હોશિયારપુર હાઈવે નજીક મળી આવી હતી. આ પછી પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. અહીંના ગામડાઓ અને ખેતરોમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુપ્તચરને ક્યાંકથી માહિતી મળી હતી કે, અમૃતપાલ હોશિયારપુરમાં છે. જોકે પોલીસે હજુ સુધી માહિતી આપી નથી કે તેને આ ઇનપુટ ક્યાંથી મળ્યું.

અમૃતપાલ સિંહ પંજાબમાં હોવાના સમાચારથી અનેક સવાલો
અમૃતપાલ સિંહ ફરી પંજાબમાં હોવાના સમાચાર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. વાસ્તવમાં તે સમજની બહાર છે કે જ્યારે તે પંજાબ છોડીને ગયો હતો, તો પછી તે પંજાબ કેમ પાછો આવ્યો ? એવી પણ ચર્ચા થઈ રહી છે કે, અમૃતપાલ સિંહ સરેન્ડર કરી શકે છે. વાત જાણે એમ છે કે, અમૃતપાલના કાકા પણ અગાઉ ભાગી ગયા હતા, પરંતુ બાદમાં આત્મસમર્પણ કર્યું હતું. એટલું જ નહીં પોલીસે 18 માર્ચથી અમૃતપાલ સિંહ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ અમૃતપાલ સિંહ ફરાર થઈ ગયો, પરંતુ પોલીસે તેના સાથીદારોને પકડી લીધા, અમૃતપાલ સિંહ વિશે કોઈ નક્કર પૂછપરછ કર્યા વિના તેમને આસામની જેલમાં મોકલી દેવામાં આવ્યા. આવી સ્થિતિમાં આ સમગ્ર ઘટના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અગાઉ દિલ્હીમાં હોવાના ફૂટેજ પણ આવ્યા હતા સામે   
મહત્વનું છે કે, આ પહેલા મંગળવારે દિલ્હીમાં અમૃતપાલ સિંહના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં અમૃતપાલ સિંહ પોલીસથી બચવા માટે પાઘડી વગર જોવા મળે છે. તેણે સનગ્લાસ પહેર્યા હતા અને ડેનિમ જેકેટ પહેર્યું હતું. સીસીટીવી ક્લિપમાં તેનો સહયોગી પપલપ્રીત સિંહ પણ દેખાઈ રહ્યો છે. બંનેએ પોતાની ઓળખ છુપાવવા માસ્ક પહેર્યા હતા. દિલ્હીનો આ સીસીટીવી વીડિયો 21 માર્ચનો છે. 

જાણો શું છે સમગ્ર મામલો ? 
પંજાબ પોલીસે 18 માર્ચે પંજાબમાં અમૃતપાલ અને તેના સંગઠન 'વારિસ પંજાબ દે'ના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી અને ત્યારથી અમૃતપાલ ફરાર છે. અમૃતપાલ સિંહ અને પાપલપ્રીત સિંહ હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લા થઈને દિલ્હી આવ્યા હતા. દિલ્હીના સ્પેશિયલ સેલના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, ફૂટેજમાં દેખાતો વ્યક્તિ અમૃતપાલ છે. તે લક્ષ્મીનગરના એક ઘરમાં આવ્યો હતો અને પછી અહીંથી ચાલ્યો ગયો હતો. સ્પેશિયલ સેલે આ સંદર્ભમાં તે ગૃહના સભ્યની પણ પૂછપરછ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ