બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ajmer 92 trailer released, film is based on a real story of rajasthan

બોલિવૂડ / Ajmer 92નું ટ્રેલર આઉટ, બ્લેકમેલ, રેપ, સુસાઇડ કેસની ઝલક જોઈ રહી જશો દંગ, આ તારીખે ફિલ્મ થશે રીલીઝ

Vaidehi

Last Updated: 06:40 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાચી ઘટના પર આધારિત બોલિવૂડની અપકમિંગ ફિલ્મ Ajmer 92 નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઈ તમારા રૂંવાટા ઊભા થઈ જશે

  • સાચી ઘટના પર આધારિત ફિલ્મ AJMER 92નું ટ્રેલર રિલીઝ
  • ટ્રેલરમાં 1992ની સાલમાં રાજસ્થાનની ઘટનાનું વર્ણન
  • મહિલાઓ સાથે થયેલ દુર્વ્યવહારનું વર્ણન

છેલ્લાં થોડા સમયથી બોલિવૂડ ફિલ્મ અજમેર 92ની ચર્ચા સાંભળવા મળી રહી છે ત્યારે આજે ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. સાચી ઘટના આધારિત આ ફિલ્મનાં ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે મહિલાઓની સાથે અજમેરમાં દુર્વ્યવહાર થતો ગયો અને પોલીસ પ્રશાસનને ખબર પણ ન પડી. જુઓ ટ્રેલર:

1992ની સાલમાં રાજસ્થાનની ઘટનાનું વર્ણન

ટ્રેલરમાં 1992માં રાજસ્થાનમાં અનેક મહિલાઓની સાથે થયેલ અત્યાચારની કહાણી દર્શાવવામાં આવી છે. છોકરીઓની આપત્તિજનક તસવીરોની મદદથી તેમને કેવી રીતે બ્લેકમેલ કરવામાં આવતું હતું અને તેમનો રેપ કરવામાં આવતો હતો એ ઘટનાનો ઉલ્લેખ આ ફિલ્મમાં છે.

સ્ટારકાસ્ટ
ફિલ્મ અજમેર 92માં કરણ વર્મા, રાજેશ શર્મા, અલ્કા અમીમ, મનોજ જોશી, શાલિની કપૂર અને જરીના વહાબ છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં 21 જૂલાઈનાં રોજ રિલીઝ થવા જઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનાં ટ્રેલર રિલીઝ પહેલાં જ આ ફિલ્મને લઈને વિવાદો શરૂ થઈ ગયાં હતાં. હવે જોવાનું રહ્યું છે રિલીઝ થયાં બાદ લોકો ફિલ્મને લઈને શું પ્રતિક્રિયા આપે છે. જો કે ટ્રેલર જોયા બાદ લોકો ભિન્ન-ભિન્ન પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાક લોકો રાજસ્થાનમાં આવનારાં ઈલેક્શનની વાત કરી રહ્યાં છે તો કેટલાક લોકો તેને બ્લોકબસ્ટર ફિલ્મ કહી ચૂક્યાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ