અમદાવાદ વસ્ત્રાપુર પોલીસે મહિલાની છેડતી કરનાર એક યુવકની ધરપકડ કરી લીધી છે. વસ્ત્રાપુર પોલીસની ગિરફ્તમાં આવેલા શખ્સનું નામ છે સાહિલ દેસાઈ. આ આરોપી મિનરલ વૉટર સપ્લાયરનું કામ કરે છે.
ત્યારે ગઈ રાત્રીએ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં આરોપી સાહિલ દેસાઈ અને તેનો મિત્ર પાણી સપ્લાય કરવા માટે ગયા હતા. જે સમયે સાહિલે એ પરણિતાને એકલા ઘરે જોઈને શારીરિક સબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું.
ત્યારે મહિલાએ ઇનકાર કરતા સાહિલ અને તેના મિત્રએ અભદ્રવર્તન કરી નીકળી ગયા હતા ત્યારે આ સમગ્ર મામલે મહિલાએ વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસે આરોપી સાહિલ દેસાઈની ધરપકર કરી ને વધુ તપાસ શરુ કરી છે.