બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad signed MoU with Shobha Developers for development of 4.5 km stretch of Sabarmati Riverfront Development Phase-3

ગાંધીનગર / અમદાવાદ સાબરમતી રિવરફ્રન્‍ટ ડેવલપમેન્‍ટ ફેઝ-3 માટે 1 હજાર કરોડના MoU, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિતિ

Dinesh

Last Updated: 09:59 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news : રાજ્ય સરકારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્‍ટ ડેવલપમેન્‍ટ ફેઝ-3નાં સાડા ચાર કિલોમીટરનો સ્ટ્રેચ ડેવલપમેન્‍ટ કરવા માટે શોભા ડેવલપર્સ સાથે MoU કર્યા છે

  • અમદાવાદ સાબરમતી રિવરફ્રન્‍ટ ડેવલપમેન્‍ટ ફેઝ-3 માટે MoU
  • શોભા ડેવલપર્સ આ પ્રોજેક્ટ માટે આગામી પાંચ વર્ષમાં રોકાણ કરશે
  • પાંચ વર્ષમાં રૂ.1000 કરોડનું રોકાણ કરશે, સ્ટ્રેચનું ડેવલપમેન્‍ટ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્‍ટ ડેવલપમેન્‍ટ ફેઝ-3નાં સાડા ચાર કિલોમીટરનો સ્ટ્રેચ ડેવલપમેન્‍ટ કરવા માટે શોભા ડેવલપર્સ સાથે MoU કર્યા છે. શોભા ડેવલપર્સ આ પ્રોજેક્ટ માટે આગામી પાંચ વર્ષમાં રૂ.1000 કરોડનું રોકાણ કરશે અને આ સ્ટ્રેચનું ડેવલપમેન્‍ટ તેમનાં દ્વારા કરાશે. આ MoU થવા અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન તથા મુખ્યમંત્રીશ્રીનાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને શહેરી વિકાસ વિભાગનાં અગ્ર સચિવ ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્યોગકારોએ સંતોષ વ્યક્ત કર્યો 
અગાઉ પેકેજીંગ મટિરિયલ ઉત્પાદન, પ્લાસ્ટિક, ટેક્ષટાઇલ અને રિન્યુએબલ સેક્ટરના પ્રોજેક્ટસ, ફોર્મ્યુલેશન અને API તથા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ખાદ્યતેલ, ગ્રીન ટી, રેડિ ટુ ઇટ ગુજરાતી ખીચડી, દેશી ગીર ગાયનું ઘી અને મધ ઉત્પાદન તથા ગ્રીનફિલ્ડ પ્લાન્ટ અંતર્ગત રેડી ટુ કુક પ્રોડક્ટસ માટેના MoU થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રો-એક્ટીવ અભિગમને પરિણામે ઉદ્યોગ સ્થાપના માટે જમીન મેળવવાથી લઈને બધી જ પરવાનગીઓ સરળતાથી મળી રહે છે તે માટે MoU કરનારા ઉદ્યોગકારોએ સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અગાઉ 13,536 કરોડનો એમઓયુ થયા
જુલાઈ-2023થી 20 સપ્ટેમ્બર સુધીમાં 7 તબક્કામાં કુલ 13,536 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના MoU થયા હતા. આ MoU સાકાર થતા સમગ્રતયા 50,717 જેટલા રોજગાર અવસરો રાજ્યમાં ઊભા થશે. પ્રતિ સપ્તાહના પ્રારંભે MoU કરવાના આ ઉપક્રમ પાંચ MoU અવસરે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર તથા અધિક મુખ્ય સચિવઓ અને વરિષ્ઠ સચિવો અને MoU કરનારા ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ જોડાયા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ