Hu Chhu Gujarati / સલામ કરશો સાબરમતી કિનારે વસતા આ અમદાવાદના સુપરમેનને

સાબરમતી નદી, તેમના માટે સાબરમતી એ એક નદી નહીં પરંતુ તેમના માટે જીવન છે. અને આ જીવનમાં કોઈને મોત મળે તે તેમને મંજૂર નહોતું. 17 વર્ષની વયે પ્રથમ વખત એક નદીમાં પડતું મૂકેલા યુવકને બચાવીને જીવતદાન આપ્યું અને ત્યારથી તેમણે બસ લોકોને નવજીવન આપવાને પોતાની નૈતિક જવાબદારી સમજી લીધી. આ શખ્સને સલામ કરવાનું મન ત્યારે થશે જ્યારે એ જાણશો કે પોતાની એવી બોટથી લોકોના જીવ બચાવે છે જેનામાં ખુદ જીવ નથી. છતાં તેમનું મક્કમ મનોબળ કોઈને મરવા દેતું નથી. આખરે ક્યાંથી તેમને આ પ્રેરણા મળી અને ક્યારથી આ ભગીરથ કામ કરે છે જાણો અમારી નવી સીરીઝ 'હું છું ગુજરાતી'માં જ્યાં અમે એવા ગુજરાતીઓની વાત કરીશું જેની ઓછાં લોકો વાત કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ