Ahmedabad police arrested the main accused in the Odhav murder case
BIG NEWS /
ઓઢવ હત્યા કાંડ : અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા, 48 કલાકમાં જ આરોપીની કરી ધરપકડ
Team VTV09:20 AM, 31 Mar 22
| Updated: 09:37 AM, 31 Mar 22
અમદાવાદના ઓઢવ હત્યા કાંડાના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 48 કલાક માંજ આરોપીની ધરપકર કરી લીધી છે.
અમદાવાદના ઓઢવ હત્યા કાંડનો મામલો
ક્રાઇમ બ્રાન્ચે બનાવના 48 કલાક માંજ આરોપીની કરી ધરપકડ
રાજ્ય બહાર થી વિનોદ મરાઠીની કરાઈ ધરપકડ
ઘર નાજ મોભીએ પરિવારના 4 સભ્યોની કરી હતી હત્યા
આરોપી વિનોદની રાજ્ય બહાર થી ધરપકડ કરાઈ
અમદાવાદના વિરાટનગરની ચંદ્રપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા કેસમાં ક્રાઈમબ્રાન્ચને મોટી સફળતા મળી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેસ હાથમાં લીધાના માત્ર 48 કલાકમાં જ ઘરના મોભી અને ભાગી ગયેલા વિનોદ મરાઠીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજ્ય બહારથી વિનોદ મરાઠીને ઝડપ્યો છે.ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ ચંદ્રપ્રભા સોસાયટીમાં પુત્ર-પુત્રી, પત્ની અને દાદી સાસુની કરપીણ હત્યા થઈ હતી.
શું હતી સમગ્ર ઘટના ?
સમગ્રની ઘટનાની વાત કરવામાં આવે તો ઓઢવના વિરાટનગર વિસ્તારના દિવ્ય પ્રભા મકાન નંબર 30માં ઘરનો મોભી વિનોદ નામના ઇસમ વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાની ઘાતકી હત્યા કરી નાશી છૂટયો છે. 15 દિવસથી પરિવાર નિકોલથી ઓઢવમાં આ પરિવાર રહેવા આવ્યો હતો. ચારેય મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા છે. મૃતદેહ પર હથિયારના ઘા ના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસે વિનોદ નામના ઇસમની શોધખોળ શરૂ કર્યા હતાં.