અમદાવાદ / ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત બાદ પણ સંચાલકો બેફામ, મહારાજા અગ્રસેન સ્કૂલે માગી વાલીઓ પાસે ફી

કોરોનાના કપરા સમયમાં પણ શાળા સંચાલકોની દાદાગીરી યથાવત છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત બાદ પણ કેટલીક શાળાઓ દ્વારા લૂંટફાટ કરવામાં આવી રહી છે. અમદાવાદની મહારાજ અગ્રસેન શાળાએ પણ વાલીઓને મેસેજ કરીને 30 જૂન સુધીમાં ફી ભરવા માટે દબાણ કર્યું છે. એક તરફ VTVની અપીલ બાદ અનેક શાળાઓ ફી માફીની જાહેરાત કરી રહી છે. અને આ કપરા સમયમાં વાલીઓને રાહત આપી રહી છે. તેવા સમયે કેટલાક શાળા સંચાલકો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે. ત્યારે સવાલ એ છે કે આ શાળા સંચાલકોની માનવતા ક્યારે જાગશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ