બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahmedabad gujrat market mango juice research latest health new

તમારા કામનું / બજારનો કેરીનો રસ પીતા પહેલા સાવધાન, અમદાવાદમાં થયેલા રિસર્ચમાં સામે આવ્યું કે આ...

Dharmishtha

Last Updated: 10:17 AM, 25 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મે બજારમાં મળનારા ડબ્બામાં બંધ કેરીના રસનું સેવન કરી રહ્યા છો તો તે તમારા માટે નુકસાનકારક છે.

  • બ્રાન્ડનો કેરના રસનું સેવન કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરુર 
  • એક દિવસમાં ફક્ત 20થી 30 ગ્રામ ખાંડની જરુર હોય છે પરંતુ...
  • મોટાભાગના રસમાં દર 100 મિલી લીટરમાં 20 ગ્રામથી વધારે ખાંડ હોય 

 બ્રાન્ડનો કેરના રસનું સેવન કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરુર 

જો તમે બજારમાં મળનારા ડબ્બામાં બંધ કેરીના રસનું સેવન કરી રહ્યા છો તો સાવધાન થઈ જાવ. કંઝ્યૂમર એજ્યૂકેશન રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલી શોધમાં ચોંકાવનારું તથ્ય સામે આવ્યુ છે. કેરીનો રસમાં ઉચ્ચ સ્તરનુ પોષક તત્વ અને ખાંડ હોય છે. જે તમને બિમાર કરી શકે છે. બજારમાં વેચાનારા કેરના રસનો સ્વાદ જેટલો સારો હોય છે તે તેટલું જ નુકશાન કારક છે. જો તમે બજારમાં જાણીતી બ્રાન્ડનો કેરના રસનું સેવન કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરુર છે.

 એક દિવસમાં ફક્ત 20થી 30 ગ્રામ ખાંડની જરુર હોય છે પરંતુ...

એક વ્યક્તિને એક દિવસમાં ફક્ત 20થી 30 ગ્રામ ખાંડની જરુર હોય છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ રસોમાં મોટા પ્રમાણમાં ફુડ કલર અને ખાંડ ભેળવવામાં  આવે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સીઆઈઆરસીની મુખ્ય મહાપ્રબંધક આનંદિતા મહેતાએ કહ્યુ કે તેમની કંપની દ્વારા 10થી વધારે બ્રાન્ડો પર શોધ કરી છે. જેમાં મોટા ભાગના નમૂના નુકસાનકારક મળ્યા છે.

 

મોટાભાગના રસમાં દર 100 મિલી લીટરમાં 20 ગ્રામથી વધારે ખાંડ હોય 

શોધમાં ખબર પડી કે તમે બજારમાં ખરીદી કરી કેરીનો રસ પીવો છો તો આ તમારા માટે નુકસાનકારક હોય છે. મોટાભાગના રસમાં દર 100 મિલી લીટરમાં 20 ગ્રામથી વધારે ખાંડ હોય છે. તેવામાં બજારમાં મળતા ડબ્બા પેક કેરીનો રસ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક હોય છે. શોધથી ખબર પડે છે કે કેરીના રસમાં ડાઈ બેસ કલર્સ ડેટાજીન, સનસેટ યેલો ઉપરાંત ખરાબ પાણીનું પ્રમાણ વધારે હોય છે. જેની સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેવા લોકો પર આની વધારે અસર પડે છે જેમને અસ્થમા અને ડાયબિટીશ છે.

 કાર્બાઈડથી પાકેલી કેરી સમાન્ય રીતે ચમકદાર હોય 

આ ઉપરાંત બજારમાં મળનારી કેરીની ગુણવત્તા પર શોધ કરાયી છે. તેના પર પણ શોધ કરવામાં આવી છે કે સામાન્ય વ્યક્તિ કેલ્શિયમ કાર્બાઈડ અને પ્રાકૃતિક રીતે પાકેલી કેરીને કેવી રીતે ઓળખી સકાય. સીઆઈઆરસીના જણાવ્યાનુંસાર પ્રતિબંધિત કાર્બાઈડથી પાકેલી કેરી સમાન્ય રીતે ચમકદાર હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mango ahmedabad gujarat અમદાવાદ કેરી રસ Research
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ