અમદાવાદના મેઘાણીનગરમાં અસામાજિક તત્વોનો આતંક, CCTV કેમેરામાં થયા કેદ

By : krupamehta 10:00 AM, 14 June 2018 | Updated : 10:00 AM, 14 June 2018
અમદાવાદ: શહેરમાં ફરી એકવાર વાહનોમાં તોડફોડ કરતી ગેંગ સક્રીય થઈ હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના મેઘાણીનગરમાં આવી જ એક ગેંગ ત્રાટકી હતી. અને મોટી સંખ્યામાં વાહનોમાં તોડફોડ કરી. આ અસામાજિક તત્વોના આતંકથી લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર શહેરના મેઘાણીનગરના ઓમનગર રોડ પર રાત્રીના 10 વાગ્યાના સુમારે બાઈક પર 20થી વધુ અસામાજિક તત્વો ત્રાટક્યા હતા અને લોકો કંઈ પણ સમજે તે પૂર્વે જ એક પછી એક વાહનોમાં તોડફોડ કરવા લાગ્યા હતા.

આરોપીઓના હાથમાં ડંડા, હોકી સ્ટીક, તલવાર જેવા હથિયારો હતા. જે વાહનો પર વિંઝવા લાગ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. 

આ ઘટના બનતા સ્થાનિકોએ માગ કરી છે કે આ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવે જેથી અમે શાંતિથી ઉંઘ લઈ શકીએ. ત્યારે મેઘાણીનગર પોલીસે ગુનો દાખલ કરીને અસામાજિક તત્વોની શોધખોળ હાથ ધરી છે.  
 Recent Story

Popular Story