બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / After the abduction of the manager of the metro project in Surat, the police released the car in a filmy manner

ઝબ્બે / સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના મેનેજરના અપહરણ બાદ પોલીસે ફિલ્મી ઢબે કાર આંતરી કરાવ્યો છૂટકારો

Mehul

Last Updated: 11:26 PM, 10 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કામ કરતા અધિકારીનું અપહરણ થતા ચકચાર. કારમાં GPSના કારણે અપહરણકર્તાઓ ભરૂચ નજીકથી દબોચી લેવાયા. રૂપિયાની લેતી-દેતીના પ્રકરણમાં કરાયું હતુ અપહરણ

  • સુરતમાં  મેટ્રો રેલ પ્રોજેક્ટ અધિકારીનું અપહરણ 
  • બોલેરો કારમાં આવેલા અપહરણકર્તાઓ ઝડપાયા 
  • પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા શખ્સોને 

સુરતના કડોદરા વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કામ કરતા અધિકારીનું અપહરણ થતા ચકચાર મચી ગઈ હતી. બોલેરો કારમાં આવેલા કેટલાક શખ્સોએ આ અધિકારીનું અપહરણ કર્યાની માહિતી મળતા જ પોલીસ ચોંકી ગઈ હતી અને અપહરણ કર્તાઓને ટ્રેસ કરવાની ગતિવિધિઓ આદરી દીધી હતી. કારમાં GPSના કારણે અપહરણકર્તાઓ ભરૂચ નજીકથી દબોચી લેવાયા હતા. રૂપિયાની લેતી-દેતીના પ્રકરણમાં આ અધિકારીનું અપહરણ કરાયું હોવાની વાત સામે આવી છે.

છ  લાખ રૂપિયાની લેતી-દેતી કારણભૂત 

સુરતના કડોદરા વિસ્તારમાંથી RBCLના જનરલ મેનેજર રાજીવ ગુપ્તાનું અપહરણ કરાયું હોવાની માહિતી મળતા જ પોલીસ સતર્ક થઇ ગઈ હતી. આજે ગુજરાતના નવનિયુક્ત એવા સુરતના મંત્રીઓનો રોડ-શો હતો.દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. એક બોલેરો કારમાં અપહરણ કર્યાની વિગતથી પોલીસે આગળના તમામ સ્ટેશનને સતર્ક કરી ધીધા હતા.સદનસીબે બોલેરમાં GPS સીસ્ટમ હોવાના કારણે,પોલીસને આ બોલેરો ભરૂચ  તરફ જઈ રહી હોવાની માહિતી મળતા જ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. અપહૃત રાજીવ ગુપ્તા નું અપહરણ રૂપિયા 6 લાખની લેતી-દેતીના પ્રકરણમાં થયું હોવાની માહિતી મળી છે.કેટલાક કામના બાકી નીકળતા રૂપિયા કઢાવવાના આશયે RBCLના જનરલ મેનેજર રાજીવ ગુપ્તાનું અપહરણ કરાયું હતું.

પોલીસનો મોરલ ઉંચો 

પોલીસે ભરૂચ નજીકથી ઝડપી લીધેલા આરોપીઓની પૂછ પરછ શરુ કરી દીધી છે. સુરત જેવા પચરંગી શહેરમાં ખૂન,લૂંટ.અપહરણ અને હત્યા જેવા બનાવો બનવા સામાન્ય બાબત છે ત્યાર, પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણ કર્તાઓને ઝડપી લઇ તેમની કામગીરી પર સવાલ ઉઠાવનારાઓને જડબા તોડ જવાબ આપ્યો છે. 


 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ