FOLLOW US
શરદ પવારે બોલાવેલી બેઠકમાં દેશની હાલની સ્થિતિની ચર્ચા કરાશે. શરદ પવારે 2024 માં થનારી લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પીએમ મોદી અને ભાજપની સામે એકજૂટ થવાની રણનીતિ નક્કી કરવા પવારે વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી છે. બેઠકમાં કોંગ્રેસને આમંત્રણ અપાયું નથી. ટીએમસી નેતા યશવંત સિંહાની આગેવાનીમાં રાષ્ટ્રમંચના પ્રતિનિધિઓની સાથે ગેર કોંગ્રેસ પાર્ટીઓના નેતા આવતીકાલે સાંજના 4.00 કલાકે શરદ પવારને મળશે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને પણ આમંત્રણ અપાયું છે.
આ નેતાઓ બેઠકમાં હાજરી આપશે
પવારની આગેવાનીમાં થનારી બેઠકમાં મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓની સાથે સમાજના જુદાજુદા વર્ગના પ્રતિષ્ઠિત લોકોોને પણ આમંત્રણ અપાયું છે. બેઠકમાં યશવંત સિંહા, પવન વર્મા, સંજયસિંહ, ડી રાજા.ફારુક અબ્દુલા, જાવેદ અખ્તર, કેટીએસ તુલસી, કરણ થાપર, આશુતોષ, માજિદ મેમણ, વાય કુરેશી, કે સિંહ, સંજય ઝા, સુધિન્દ્ર કુલકર્ણી, ઈકોનોમિસ્ટ અરુણ કુમાર, ઘનશ્યામ તિવારી હાજર રહેશે.