બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After a long break in Junagadh district universal rain since last night

વરસતો રહે / 4 કલાકમાં 8 ઇંચ વરસાદથી જૂનાગઢ તરબોળ: મુરઝાતી મોલાતને મળ્યું જીવતદાન, ખેડૂતોને વળી હૈયે ટાઢક

Malay

Last Updated: 01:07 PM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh Rain News: જૂનાગઢ જિલ્લામાં લાંબા વિરામ બાદ ગઈકાલ રાતથી સાર્વત્રિક વરસાદ, વિસાવદરમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા નદી અને ડેમોમાં નવા નીરની આવક.

  • જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ 
  • વિસાવદરમાં ચાર કલાકમાં 8 ઈંચ વરસાદ
  • વિસાવદર ધારી બાયપાસમા ભરાઈ ગયા પાણી
  • નવાગામથી ગાઠીલાને જોડતો કોઝ-વે ધોવાયો

Junagadh Rain News: ઓગસ્ટ મહિનો કોરો રહ્યા પછી સપ્ટેમ્બરમાં મેઘરાજાએ ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. શનિવાર સાંજથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ભાદરવા મહિનામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જૂનાગઢમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી જૂનાગઢ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.  ઘણા દિવસો બાદ જૂનાગઢ પંથકમાં વરસાદ પડતા ખેડૂતોને હૈયે ટાઢક વળી છે. વરસાદને પગલે મુરઝાતી મોલાતને જીવનદાન મળ્યું છે. તો વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.  

સૌથી વધુ વરસાદ વિસાવદરમાં
જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં પડ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વંથલીમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે વિસાવદર-વંથલી પંથકની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. હવામાનખાતાએ કરેલી આગાહી મુજબ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. અન્નદાતાના ખેતરમાં વાવેલા પાક પર મેઘરાજાએ કાચું સોનું વરસાવી દીધું છે. ફરી સમયસરના વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.

વિસાવદર-ધારી બાયપાસ પર ભરાયા પાણી 
જૂનાગઢના વિસાવદરમાં અનરાધાર વરસાદના કારણે રસ્તાઓ પણ પાણી ભરાઈ ગયા છે. વિસાવદર-ધારી બાયપાસ પર વરસાદી પાણી ભરાયા છે. વિસાવદરમાં અનરાધાર વરસાદથી બાયપાસ બંધ થયો છે. પાણી ઓસરી ગયા બાદ બાયપાસ ચાલુ થાય તેવી શક્યતાઓ છે. જૂનાગઢના નવાગામથી ગાઠીલાને જોડતો કોઝ-વે ધોવાયો છે. જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. જૂનાગઢ જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદને કારણે રસ્તા ધોવાયા છે. 

ઓઝત ડેમના બે દરવાજા ખોલાયા 
સમગ્ર જિલ્લામાં વરસાદથી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. જૂનાગઢના ઓઝત વિયર વંથલી અને બાદલપુર ઓઝત ડેમના બે-બે દરવાજા ખોલાયા છે. ડેમમાં પાણીની આવક થતા ડેમના બે દરવાજા ખોલાયા છે. વંથલીમાં પડેલા વરસાદથી ઓઝત ડેમના દરવાજા ખોલાયા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો આવેલા બાદલપુર, વંથલી, આખા, ટીનમસ અને પીપલા સહિતના ગામોને સતર્ક કરાયા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ