ફિલ્મ ઘાયલ વન્સ અગેઇનના વિલન 'નરેન્દ્ર ઝા'નું નિધન,બૉલીવુડ શોકમગ્ન

By : kavan 06:41 PM, 14 March 2018 | Updated : 06:41 PM, 14 March 2018
મુંબઇ: ઘાયલ વન્સ અગેનમાં વિલનનો રોલ ભજવનાર એક્ટર નરેન્દ્ર ઝાનું 55 વર્ષની ઉંમરે નિધન થયું છે.નરેન્દ્ર ઝાને હાર્ટ એટેક આવતાં નિધન થયું છે. મૂળ બિહારના મધુબનીમાં જન્મેલા નરેન્દ્ર ઝા વિશાલ ભારદ્વાજની હૈદર અને શાહરુખ ખાનની રઈસ જેવી ફિલ્મોમાં નજરે પડયા હતા.

નરેન્દ્ર ઝાએ 'હમારી અધૂરી કહાની', 'મોહેન્જો દડો', 'શોરગુલ' અને 'ફોર્સ-2'માં મજબૂત રોલ ભજવ્યો હતો.નરેન્દ્ર ઝાએ ટેલિવિઝન પર પૌરાણિક સિરીયલ રાવણમાં પણ સારો અભિનય કર્યો હતો.આ ઉપરાંત 70 ટીવી સિરીયલમાં રોલ ભજવ્યો છે.મળતી માહિતી મુજબ તે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માટે ફાર્મ હાઉસ પર ગયા હતા.અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે જાણીતી અદાકારા શ્રીદેવીના આઘાતમાંથી હજી બહાર નહીં આવેલા બૉલીવુડને આજરોજ વધુ એક આઘાતનો સામનો કરવો પડ્યો હતો નરેન્દ્ર ઝાનું નિધન થતાં ફિલ્મજગત શોકમગ્ન થઇ ગયું હતું.દિવંગત કલાકારને ફિલ્મ જગતની કેટલીય હસ્તીઓએ શાબ્દિક શ્રધ્ધાંજલિ આપી હતી.
 Recent Story

Popular Story