બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A woman constable committed suicide at the police quarter in Rajkot's Jetpur

ઘટના / રાજકોટમાં જવાનજોધ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા અરેરાટી: બે વર્ષથી ફરજ બજાવતા હતા, પોલીસ તપાસ શરૂ

Dinesh

Last Updated: 09:15 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

rajkot news : રાજકોટના જેતપુરમાં પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો, દયાબેન જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતાં

  • જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો
  • દયાબેનએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું 
  • જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા


jetpur lady constable Suicide  : રાજકોટના જેતપુરમાં પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. દયાબેન શંભુભાઈ સરિયા નામના મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૃતક જસદણના શિવરાજપુરના વતની હોવાની વિગતો છે. 

મૃતક

બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતાં
અત્રે જણાવી દઈએ કે, દયાબેન જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતાં. જેમણે પોલીસ લાઈનમાં આવેલ ક્વાર્ટરમાં પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જે સમગ્ર ઘટનાને પગલે હજુ સુધી જાણવા મળ્યું નથી કે, ક્યા કારણોસર આ પગલુ ભર્યું છે. જો કે, આપઘાતની ઘટનાને લઈ પ્રોબેશનલ IPS કેશવાલા, Dysp સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

પોલીસ તપાસ હાથ ધરી 
સૂત્રો પાપ્ત વિગતો મુજબ મૃતક મહિલા કોન્સ્ટેબલ અપરણિત હતા તેમજ મિલનસાર સ્વભાવ પણ હતો. જો કે, ક્યાં કારણોસર આ પગલુ ભર્યું તે જાણવા મળ્યું નથી. સુસ્યાઈડ નોટ પણ મળી આવી નથી. જો કે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ લાઈનમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાથી અરેરાટી મચી જવા પામી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ