A war-like situation over the border dispute between the two states of India, the deployment of troops to the border between the two states.
હિંસા /
ભારતના આ બે રાજ્યો વચ્ચે સીમા વિવાદને લઈને યુદ્ધ જેવી સ્થિતિ, બંને રાજ્યોની સીમા પર જવાનો તૈનાત
Team VTV08:40 PM, 20 Oct 20
| Updated: 09:00 PM, 20 Oct 20
મિઝોરમ અને અસમ રાજ્યના મુખ્યમંત્રીઓએ તાજા તણાવને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં લૈલાપુર અને વૈરાંગેટ ગામના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પરંતુ આ વિવાદ જૂનો છે, જે દર થોડા સમયે નિયમિત રીતે ચર્ચામાં આવતો રહે છે.
અસમ અને મિઝોરમની બોર્ડર પર સુરક્ષા દળો તૈનાત કરાયા
સીમા અતિક્રમણને લઈને બંને રાજ્યો વચ્ચે ફાટી નીકળી હતી હિંસા
ઘણા વર્ષો જુનો છે સીમા વિવાદ, લગભગ 100થી વધુ વર્ષો જુનો છે વિવાદ
ભારત અને ચીન વચ્ચે જ્યાં LAC પર તણાવ ચાલી રહ્યું છે, ત્યારે ભારતના બે પૂર્વોત્તરના રાજ્યો વચ્ચે સરહદ વિવાદને લઈને હિંસા ભડકી ઉઠ્યાના સમાચારો હતા, વિગતો મુજબ આસામ ના કચર જિલ્લા અને મિઝોરમ ના કોલાસીબ જિલ્લાની સરહદ પર તાજેતરમાં થયેલી હિંસક અથડામણ બાદ, બંને રાજ્યોએ તેમની સરહદો પર સુરક્ષા દળોને તૈનાત કર્યા છે અને તેમની સરહદમાં રહેતા લોકોને સુરક્ષાની ખાતરી આપી છે.આ બંને રાજ્યો વચ્ચેનો સરહદ વિવાદ શું છે અને તે અચાનક જ કેમ ચર્ચામાં આવ્યો છે આવો જાણીએ.
આ કાયદાથી થયો હતો સમાધાનનો પ્રયાસ
1990 ના દાયકાથી, આ સરહદ વિવાદના સમાધાન માટે ઘણી ચર્ચાઓ યોજાઈ ચુકી છે પરંતુ કોઈ નિર્ણાયક પરિણામો મળ્યા નથી. બંગાળ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન્સ અને 1993 ની ઇનરલાઇન ઓફ લુશાઇ હિલ્સના નોટીફીકેશનના આસામ અને મિઝોરમ સરહદ પરના વિવાદને હલ કરવાનો પ્રયાસ થયો હતો.
કઈ રીતે શરુ થયો આ વિવાદ?
1962 થી જ્યારથી પૂર્વોત્તર ભારતમાં આસામ થી અલગ રાજ્યો બનવાના શરુ થયા, ત્યારથી જ કેન્દ્ર સરકાર ગંભીર નથી રહી , આજે પણ ઘણા કબીલાઈ ક્ષેત્રો સીમાંકન વિહોણા છે અથવા યોગ્ય સીમાંકિત નથી, આ બધાના કેન્દ્રમાં આસામ છે કેમ કે તેના પાડોશી રાજ્યો તેના થકી જ બન્યા છે.
શું છે વિવાદનું મૂળ
આસામ અને મિઝોરમ વચ્ચે 164.6 કિલોમીટરની સરહદ છે. મિઝોરમ દક્ષિણ આસામ સાથે લગભગ 123 કિ.મી.ની સરહદ ધરાવે છે, અને મિઝોરમ દાવો કરે છે કે આસામ તેની સરહદની લગભગ 509 ચોરસ કિલોમીટર કબજો કરે છે. મિઝોરમ આસામનો લુશાઇ હિલ્સ જિલ્લો હતો, જ્યાં સુધી તે 1972 માં કેન્દ્ર શાસિત રાજ્ય બન્યું નહીં અને 1987 માં મિઝોરમ રાજ્ય બન્યું. ત્યારબાદથી બંને રાજ્યોમાં ખેંચતાણની લડત ચાલી રહી છે.
બંગાળ ઇસ્ટર્ન ફ્રન્ટીયર રેગ્યુલેશન
1873 માં, BEFR ને કારણે, આશરે 150 વર્ષ પહેલાં ઇનર લાઇન પરમિટ ILP સિસ્ટમ કાયદેસર માન્યતા પ્રાપ્ત થઈ હતી. હવે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ જેવા રાજ્યોના કિસ્સામાં, આ BEFR લાગુ પડે છે. આ નિયમનને લીધે, કોઈ પણ પરપ્રાંતીય ભારતીય આ ચાર રાજ્યોમાં પ્રવેશ મેળવી શકશે નહીં, જો તેની પાસે ILP નથી. એટલે કે, આ નિયમન મૂળ વસ્તી અને તેના સંસાધનોના રક્ષણની જોગવાઈ કરે છે.
કઈ રીતે છે આ વિવાદ ?
વિદેશ વિભાગની 1875ના નોટીફીકેશનના લીધે અસમ અને મિઝોરમ વચ્ચેની વાસ્તવિક સરહદ બની નથી. શરૂઆતમાં બંને રાજ્યો સરહદ પર સંમત થયા હતા પરંતુ જ્યારે મિઝોરમે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે આસામ અતિક્રમણ કરી રહ્યું છે ત્યારથી બંને રાજ્યો વચ્ચે તણાવ હતું. જો કે આ પહેલા પણ બંને રાજ્યો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિઓ પેદા થઈ ચૂકી છે, જો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના લીધે આ સ્થિતિ શાંત પડી ગઈ હતી.
બંને રાજ્યોના સરકારી વિભાગો જેવા કે જંગલ અને પર્યાવરણ વિભાગ , ગૃહ વિભાગ વગેરે આમાં સરકારી પક્ષો છે જ્યારે કે બંને રાજ્યોની મુખ્ય રાજકીય પાર્ટીઓ અને જમીનદારો અને ખેડૂતો પણ તેમાં પક્ષકારો છે.