બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A mobile phone dealer in Patan tried to commit suicide due to the harassment of usurers

રડી પડ્યો રાઠોડ / VIDEO: 'મને મરવાનો શોખ નથી મારે પણ જીવવું છે પણ આ લોકો..', પાટણમાં વ્ચાજખોરના ત્રાસથી વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ!

Kishor

Last Updated: 11:57 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં મોબાઈલ ફોનના વેપારી જૈનિક રાઠોડ વ્યાજખોરની ચૂંગલમાં સપડાયા બાદ આપઘાતનો પ્રયાસ કરી લેધો હતો. જે અગાઉ પોતે એક વીડિયો બનાવ્યો હતો.

  • પાટણમાં વ્યાજખોરનાં ત્રાસથી વધુ એક વેપારીનો આપઘાતનો પ્રયાસ 
  • મોબાઈલ ફોનના વેપારી જૈનિક રાઠોડે આપઘાતના પ્રયાસ પહેલા બનાવ્યો વીડિયો 
  • વેપારીએ પાટણ A ડિવિઝન પોલીસ પર પણ લગાવ્યા ગંભીર આરોપ 

 રાજ્યમાં વ્યણખોરીનું દુષણ બેફામ વકરી રહ્યું છે.  જેની સામે સરકાર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમા બેશક સફળતા મળી છે. પરંતુ હજુ આ દુષણ નાબૂદ થયું નથી.જેના બોલતા પુરાવારૂપ ઘટના પાટણમાં સામે આવી છે. જ્યાં વ્યાજખોરનાં ત્રાસથી વધુ એક વેપારી યુવાને આપઘાતનો પ્રયાસ કરી લેતા આફરાતફરી મચી ગઇ હતી. ખાસ વાતએ છે કે આ પ્રકરણમાં પોલીસની ભૂમિકા સામે પણ શંકાની સોય તણાઈ રહી છે.

પાટણ A ડિવિઝન પોલીસ પર પણ ગંભીર આરોપ
પાટણમાં મોબાઈલ ફોન વેપારી જૈનિક રાઠોડે આપઘાતનો પ્રયાસ કરી લેતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે ચોધાર આસુએ રોતો નજરે પડે છે. વ્યાજના વિષચક્રમાં સપડાયા બાદ યુવાને અંતિમ પગલું ભરી લેવાની દિશામાં વિચાર કર્યો હતો. આ દરમિયાન વેપારીએ પાટણ A ડિવિઝન પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. લોકો મને સાથ સહકાર આપો તેવી વિનંતી પણ કરી હતી. 

પણ હવે મારી પાસે કોઈ આરો નથી બચ્યો - જૈનિક રાઠોડ
જૈનિક રાઠોડ નામના વેપારીએ જણાવ્યું હતું કે A ડિવિઝન પોલીસની મદદ માગી એ મેં મોટી ભૂલ કરી છે. એક લોકો કોઈ કારણ વગર મારા ઘરડા મા-બાપને મોડી રાત સુધી A ડિવિઝન પોલીસે બેસાડી રાખે છે. પોલીસ ફરિયાફ ન લીધાનો પણ ઉલ્લેખ કરાયો છે. આરોપીઓનો ત્રાસ ઉપરાંત આ લોકોની પ્રેશણીથી હું માનસિક થાકી ગયો છું. જૈનિક રાઠોડે કહ્યું કે મને પણ મરવાનો શોખ નથી થતો મારે પણ જીવવું છે. પરંતુ હવે મને મદદ માટે કોઈનો સાથ દેખાતો  નથી. વધુમાં મારી પાસે મર્યા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો. તેણે કહ્યું કવ પોલીસ પર ભરોસો ન રાખતા ફક્ત કોર્ટના જજ પર ભરોસો રાખજો. આ વીડિયો બનાવી જૈનિક રાઠોડે પોતાના facebook એકાઉન્ટમાં શેર કર્યો હતો. વેપારી યુવાન પાટણની સીટી પોઈન્ટ માર્કેટમાં મોબાઈલ શૉપ ધરાવે છે.જે વ્યાજખોરોના ચક્રમાં ફસાયો છે. બાદમાં વ્યાજખોરોની ધમકીથી કંટાળી આત્મહત્યા કરુ છું તે પ્રકારનો વીડિયો બનાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ