બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 72,573 heart cases in Gujarat by 2023, 28% increase in Ahmedabad
Priyakant
Last Updated: 04:10 PM, 3 January 2024
ADVERTISEMENT
Gujarat Heart Attack News : ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હૃદય રોગની બીમારીમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ બધાની વચ્ચે 108 ઈમરજન્સી દ્વારા પણ રેકોર્ડ બ્રેક કેસ હેન્ડલ કરવામાં આવ્યા છે. આ તરફ હવે આ કેસ અને બીમારીને લઈને હૃદય રોગના ડોક્ટરે ચિંતા વ્યક્ત કરી છે.
તાજેતરમાં 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી દ્વારા આંકડા જાહેર કર્યા છે. કે 2023 માં તેઓએ 72,573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી છે. જે કેસ 2018માં 53,700 હતા તેની સામે 35% વધુ કેસ નોંધાયા છે. આ તરફ 2022માં 56,277 કેસ નોંધાયા હતા. આ સમગ્ર કેસમાં કેસની સંખ્યા પ્રમાણે અમદાવાદ સૌથી ઉપર જોવા મળ્યું. જોકે ટકાવારી પ્રમાણે રાજકોટમાં સૌથી વધારે કેસ જોવા મળ્યા.
ADVERTISEMENT
અમદાવાદમાં 21 496 કેસ જે 28% વધુ કેસ છે, સુરતમાં 5408 કેસ જે 31% વધુ કેસ છે, રાજકોટમાં 4910 કેસ જે 42% વધુ કેસ છે, ભાવનગર માં 3769 કેસ જે 21 ટકા વધુ છે, જ્યારે વડોદરામાં 3618 કેસ જે 31% વધુ કેસ છે. 108 ઈમરજન્સી દ્વારા આ આંકડાને લઈને એવું પણ અનુમાન લગાવ્યું છે કે, દર 7:30 મિનિટે એક વ્યક્તિને હૃદય રોગને લગતી બીમારી સામે આવી રહી છે. તેમાં પણ અમદાવાદમાં દર એક લાખની વસ્તીએ 298 કોલ 108 ઈમરજન્સીને મળી રહ્યા છે.
આ બીમારીને લઈને અમદાવાદના હૃદય રોગ નિષ્ણાંત ડો.જય શાહે પણ નિવેદન આપ્યું છે. હૃદય રોગને લઈને ડોકટર લોકોની બદલાતી જીવન શૈલીના કારણે કેસ વધી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. લોકોની બદલાતી સુવાની ટેવ, બદલાતું ફૂડ, શરીર પર શારીરિક અને માનસિક સ્ટ્રેસ, વધારે પડતું જીમ કરવું આવા અનેક કારણો છે કે જેના કારણે હૃદયને લગતી બીમારીઓ વધી રહી છે તેવું ડોક્ટરોનું અનુમાન છે.
આ સાથે જ પેટમાં થતી એસિડને લઈને પણ નજર અંદાજ ન કરવું તેવું પણ ડોક્ટરોની સલાહ છે. હૃદય રોગના ડોક્ટરે એ પણ સલાહ આપી હતી કે, માત્ર એક જ જગ્યા ઉપર દુ:ખાવો થાય તે હૃદય રોગનો હુમલો નથી. પરંતુ છાતી પર દબાણ થવું, ડાબા ગાલે દુખાવો થવો, ડાબો હાથ દુખે... આવા અલગ અલગ લક્ષણો હોય ત્યારે તમને હૃદય રોગ નો એટેક આવી રહ્યો છે તેવું માનીને ત્વરિત સારવાર કરવી. સાથે જ યોગ્ય સમયે અને સમયાંતરે શરીરનું હેલ્થ ચેકઅપ પણ કરાવું જેથી કરીને જે કોઈને બીમારી નથી અને આવા હુમલાઓ આવી રહ્યા છે. તેવા કિસ્સાઓને ઘટાડી શકાય અને લોકોના જીવ પણ બચાવી શકાય.
વધુ વાંચો: ગુજરાતીઓ એલર્ટ! છેલ્લાં 24 કલાકમાં રાજ્યના આ શહેરમાં હાર્ટ એટેકથી 4 લોકોના મોત, પરિવારમાં અરેરાટી
નોંધનિય છે કે, છેલ્લા કેટલાક મહિનામાં રાજકોટમાં હૃદય રોગને લગતા હુમલાના વીડિયો વાયરલ થયા. આ સાથે અમદાવાદમાં પણ સરખેજ વિસ્તાર હોય કાલુપુર હોય ત્યાં પણ લોકોને હૃદય રોગના હુમલા આવ્યા ના વિડીયો વાયરલ થયા હતા. આ તરફ પોલીસ કર્મચારીઓ દ્વારા દર્દીને CPR આપીને તેમનો જીવ પણ બચાવવામાં આવ્યો હતો. આ સીપીઆર કેમ્પેન તમામ જગ્યા ઉપર શરૂ કરવામાં આવ્યા છે. જેને લઇને ક્યાંક ફાયદો પણ થઈ રહ્યો છે. પરંતુ જરૂરી છે કે લોકો હૃદય રોગ બાબતે જાગૃત બને અને પોતાની સંભાળ જાતે લે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.