6 Pepole of vadodara and anand were trapped in dubai
સાવધાન /
ખોટા વિઝા પધરાવ્યા : શારજહામાં નોકરીની લાલચે આણંદના એક મહિલા સહિત 5 લોકો ફસાયા, ખાવા-રહેવાના ફાંફા
Team VTV01:16 PM, 04 Jun 22
| Updated: 01:35 PM, 04 Jun 22
UAEના શારજાહમાં 6 ગુજરાતીઓ ફસાયા છે. જેમાં વડોદરા અને આણંદના યુવકો છે. યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઈ ગયા હતા.
રોજગાર અર્થે વિદેશ જતા લોકો સાવધાન
UAEના શારજાહમાં ફસાયા 6 ગુજરાતીઓ
એજન્ટોએ લોભામણી લાલચ આપી પૈસા પડાવી ફરાર
પીડિતોએ સરકાર પાસે માંગી મદદ
UAEના શારજાહમાં ફસાયા 6 ગુજરાતી યુવકો
એજન્ટની લોભામણી લાલચમાં આવીને દુબઇ જતા લોકો સાવધાન શારજાહમાં વડોદરા અને આણંદના 6 ગુજરાતીઓ ફસાયા છે.મહત્વનું છે કે, યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઈ ગયા હતા. જ્યાં હાલ 5 યુવકો અને 1 મહિલાનું શોષણ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નોકરી અપાવવાના બહાને એજન્ટોએ આ યુવકો પાસે લાખો રૂપિયા પડાવ્યા છે.
એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઇ ગયા હતા યુવકો
એજન્ટની લોભામણી લાલચમાં આવી વિદેશ જતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. UAEના શારજહાંમાં વડોદરા અને આણંદના યુવકો ફસાયા છે. શારજહાંમાં 6 ગુજરાતીઓ ફસાયા છે. આ તમામ યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઇ ગયા હતા. જો કે રોજગારીના સપના લઈને દુબઈ ગયેલા 5 યુવકો અને એક મહિલાનું શોષણ થઇ રહ્યું હોવાના આરોપ લાગ્યા છે.
UAEમાં ફસાયેલા લોકોએ સરકાર પાસે માંગી મદદ
આમ નોકરી અપાવવાના બહાને એજન્ટોએ તેમની પાસેથી લાખો રૂપિયા લીધા હોવાની વાત સામે આવી છે. હાલ પાંચેય યુવક અને એક મહિલાની દયનિય સ્થિતિ હોવાની વાત સામે આવી છે. UAEમાં ફસાયેલ યુવકો તેમજ યુવતીએ યુએઈ અને ભારત સરકાર પાસે મદદ માગી છે. વિડીયો રેકોર્ડિંગ કરી આજીજી કરી મદદ માગી છે અને એજન્ટ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. બીજી તરફ વડોદરા અને આણંદના યુવકો દુબઈમાં ફસાતાં તેમના પરિવાર ચિંતિત થવા પામ્યા છે.