બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 3 thousand for the first time, 4500 for the second time, 6 thousand for the third time.

નિર્ણય / પ્રથમવાર 3 હજાર, બીજી વાર 4500, ત્રીજી વાર 6 હજાર.... હવેથી રાજકોટમાં રખડતા ઢોર પકડાશે તો 3 ગણો દંડ

Priyakant

Last Updated: 01:39 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં વ્યક્તિગત ઉપયોગમાં પશુઓ રાખતા પશુપાલકોએ પરમીટ લેવી પડશે, સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો મહત્વનો નિર્ણય

  • રખડતા પશુ પકડાશે તો થશે 3 ગણો દંડ 
  • સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો મહત્વનો નિર્ણય 
  • પ્રથમ વખત પશુ પકડાશે તો રૂ.3 હજારનો દંડ
  • બીજી વખત પશુ રખડતું ઝડપાશે તો રૂ.4500નો દંડ 
  • ત્રીજી વખત પશુ પકડાશે તો રૂ.6 હજારનો દંડ

Rajkot News : રાજકોટમાં રખડતા પશુઓએ અગાઉ અનેકવાર કેટલાય લોકોને અડફેટે લીધા હતા. જે બાદમાં હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય મુજબ હવે રાજકોટમાં રખડતા પશુઓ પકડાશે તો 3 ગણો દંડ થશે. નોંધનીય છે કે, પ્રથમ વખત પશુ પકડાશે તો રૂ.3 હજારના દંડની જોગવાઈ છે. આ સાથે હવે જો દૂધનું વેચાણ કરી ધંધો કરતા હશે તો લાયસન્સ લેવું પડશે. 

File Photo

રંગીલા રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં રખડતાં પશુઓને લઈ હવે મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ રખડતાં પશુઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ હવે ઑ રાજકોટમાં રખડતાં પશુ પકડાશે તો 3 ગણો દંડ થશે. આ સાથે અરજી કરતા વધારે પશુ હશે તો પણ કાર્યવાહી થશે. 

File Photo

જાણો કેટલો થઈ શકે દંડ ? 
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય બાદ હવે તમને સવાલ થતો હશે કે, રખડતાં પશુ પકડાય તો કેટલો દંડ હશે ? વિગતો મુજબ પ્રથમ વખત પશુ પકડાશે તો રૂ.3 હજારના દંડની જોગવાઈ છે. આ સાથે જો બીજી વખત પશુ રખડતું ઝડપાશે તો રૂ.4500નો દંડ અને ત્રીજી વખત પશુ પકડાશે તો રૂ.6 હજારનો દંડ ફટકારાશે. આ સાથે હવે વ્યક્તિગત ઉપયોગમાં પશુઓ રાખતા પશુપાલકોએ પરમીટ લેવી પડશે. આ સાથે જો દૂધનું વેચાણ કરી ધંધો કરતા હશે તો લાયસન્સ લેવું પડશે અને અરજી કરતા વધારે પશુ હશે તો કાર્યવાહી થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ