બાંગ્લાદેશમાં 2004 ગ્રેનેડ હુમલાનો મામલો: પૂર્વ PM ખાલિદાના દીકરાને ઉમરકેદ, 19 લોકોને ફાંસી

By : kavan 03:45 PM, 10 October 2018 | Updated : 03:45 PM, 10 October 2018
ઢાકાઃ બાંગ્લાદેશની કોર્ટે 2004ના ગ્રેનેડ હુમલામાં બુધવારે 19 લોકોએ મોતની સજા અને પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાના દિકરા તારિક રહેમાન સહિત 19 લોકોને ઉમરકેદની સજા સંભળાવાઇ છે. આ હુમલામાં 24 લોકોના મોત થયા હતા. તે સમયની વિપક્ષી પાર્ટીની પ્રમુખ રહેલી શેખ હસીના સહિત અંદાજિત 500 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

બાંગ્લાદેશના હાલના પ્રધાનમંત્રી હસીનાને નિશાને રાખીને આ હુમલો 21 ઓગષ્ટ, 2004ના રોજ અવામી લીગની એક રેલી પર કરવામાં આવ્યો હતો. હસીના આ હુમલામાં બચી ગઇ હતી પરંતુ તેમના સાંભળવાની ક્ષમતાને થોડુ નુકસાન થયું હતું.

પૂર્વ ગૃહ રાજ્યમંત્રી લુત્ફોઝમાં બાબર તે 19 લોકોમાં સામેલ છે જેમણે કોર્ટે બધુવારે મોતની સજા સંભળાવી છે. લંડનમાં નિર્વાસિતમાં નિવાસ કરી રહેલ બીએનપી વરિષ્ઠ ઉપાધ્યક્ષ રહેમાન અને 18 અન્યને ઉંમરકેદની સજા સંભળવવામાં આવી છે.

તપાસમાં જાણવા મળ્યું કે, રહેમાન સહિત બીએનપી નીત સરકારના અસરકારક ધડાકાને આતંકવાદી સંગઠન હરકતુલ જિહાદ અલ ઇસ્લામીના આતંકવાદીઓથી આ હુમલો કરાવવાની યોજના બનાવી હતી અને હુમલાને પ્રાયોજિત કર્યો હતો.Recent Story

Popular Story