સુનાવણી / 84 શિખ રમખાણ મામલે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી

1984 Anti-sikh riots case SC grants no relief to congress leader sajjan kumar

1984માં શિખ વિરોધી રમખાણ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જનકુમારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સજ્જન કુમારે મેડિકલ આધાર પર જામીનની અરજી કરી હતી, જેને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કોંગ્રેસના નેતાને આગતરા રાહત આપવાને લઇને ઇન્કાર કરી દીધો. સુપ્રીમ કોર્ટે AIIMS ના રિપોર્ટને લઇને સજ્જનકુમારને રાહત આપવાને લઇને ઇન્કાર કરી દીધો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે AIIMS ના રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેઓને હોસ્પિટલમં દાખલ કરવાની જરૂરિયાત નથી. આ સાથે જ કોર્ટે જણાવ્યું કે તેમની નિયમિત જામીન અરજી પર જુલાઇમાં સુનાવણી કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ