આજે રાજ્યમાં કોરોનાના નવા 161 નોંધાયા તેમજ 241 દર્દી સાજા થયા છે, એક્ટિવ કેસની સંખ્યા 1823 પર પહોંચી
24 કલાકમાં કોરોનાના નવા 161 કેસ
એક્ટિવ કેસની સંખ્યા 1826એ પહોંચી
અમદાવાદમાં 45 કેસ, રાજકોટમાં 6 કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હવે રોજિંદા કેસમાં રોજે રોજ થોડા ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્માં કોરોના કેસમાં વધારો થયો હતો ત્યારે જ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ થયું હતું. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ રાજ્યમાં કોરોનાના 161 પોઝીટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં 42 કેસ નોંધાયા
આજે રાજ્યમાં કોરોનાના 161 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 42 વડોદરા કોર્પોરેશનમાં 26 તેમજ વડોદરા અને સુરત શહેરમાં 26 અને 23 કેસ નોંધાયા છે જ્યારે મહેસાણામાં 10 કેસ નોઁધાયા છે તેમજ ગાંધીનગર શહેરમાં 7, આણંદમાં 5 અને રાજકોટ શહેરમાં 5 કેસ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં 3 તેમજ ભરૂચમાં 3 અને ભાવનગર, દાહોદ, કચ્છ અને નવસારીમાં 2-2-2 કેસ નોંધાયા છે. પંચમહાલમાં 2, સુરેન્દ્રનગરમાં 2 તેમજ તાપીમાં 2 અને વડોદરા ગ્રામ્યમાં2 કેસ નોંધાયા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 24, 2023
214 દર્દીઓ કોરોનાથી સાજા થયા
રાજ્યમાં 214 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. તેમજ એક્ટિવ કેસની સંખ્યા 1823 પર પહોંચી છે તેમજ 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.00 ટકા પર પહોંચ્યો છે. વર્તમાનાં 1822 દર્દી સ્ટેબલ છે
કોરોનાથી બચવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.