Team VTV05:24 PM, 30 Jan 23
| Updated: 06:05 PM, 30 Jan 23
ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રિમાન્ડની માંગ સાથે પેપરકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
વડોદરાની કોર્ટમાં 15 આરોપીઓને રજૂ કરાયા
કોર્ટ દ્વારા 12 દિવસના રિમાન્ડ મંજુર
10 ફેબ્રુઆરી સુધી 15 આરોપીઓના રિમાન્ડ મંજૂર
રાજ્યના લાખો બેરોજગાર યુવાઓને રાતે પાણીએ રોવડાવનાર પેપરકાંડના આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરાયા હતા. વડોદરાની કોર્ટમાં 15 આરોપીઓને રજૂ કરાયા હતા. ATS દ્વારા ઉલટ તપાસની 14 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓએ કોર્ટમાં લઈ જવાયા હતા. કોર્ટ દ્વારા આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. 10 ફેબ્રુઆરી સુધી 15 આરોપીઓના રિમાન્ડ મંજૂર. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં નવા ધડાકા ભડાકા થઈ શકે છે. આ મામલે સરકારી વકલી અનિલ દેસાઈનુ નિવેદન સામે આવ્યું છે. હાલ 15 આરોપીની ATS એ ધરપકડ કરી છે.વકીલના જણાવ્યા અનુસાર પ્રદીપ નાયક અને ટોળકી રૂ.7 થી 9 લાખમાં પેપર વેચતા હતા.
સરકારી વકીલ અનિલ દેસાઈએ કહ્યું કે...
સરકારી વકીલ અનિલ દેસાઈએ નિવેદન આપતા જણાવ્યું કે આરોપીઓએ પેપરના નાણાં નક્કી કર્યા હતા. જેથી હવે વેચાણ કિંમત અને આ પ્રકરણમાં કયા કયા લોકો સંડોવાયેલા છે તે મામલે તપાસ થશે. આરોપીના 12 દિવસ માટે પોલીસ કસ્ટડી સોંપવામાં આવી છે. જેમાં આડકતરી રીતે કે સીધી રીતે જોડાયેલા લોકોની તપાસ થશે. વધુમાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો પ્રયાસ છે. જે તમામ વિરુદ્ધ અલગ અલગ કલમો લગાવવા આવી છે.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારા જૂનિયર ક્લાર્કની પરીક્ષાનુ પેપર લીક થતા પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. આથી ઉમેદવારોમા આક્રોશનો જ્વાળા ભભૂકી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ગઈકાલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગ કરાઈ છે. આ મામલે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજુઆત કરવામાં આવી છે. ઉમેદવારોના રોષને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કચેરી ખાતે પુરતો પોલીસ સ્ટાફ તૈનાત રાખવા રજુઆતના અંતમાં જણાવ્યું હતું.
1181 ખાલી જગ્યા પર યોજાવાની હતી ભરતી
ગૌણ સેવા પસંદગી મંડળની 1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ છે. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર વડોદરાથી લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ મામલે હવે આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામા આવશે. તેવું ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદિપ કુમારએ નિવેદન પણ આપ્યું હતું. વધુમાં આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવાશે. તેવો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહિ નવી પરીક્ષામા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે ટ્વિવું પણ સંદિપ કુમારએ કહ્યું હતું.
જુનિયર કલાર્કની પરીક્ષા અપડેટ
જૂનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા પેપર લીક થયું
પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવાની ફરજ પડી
સમગ્ર પેપરલીક કાંડમાં પોલીસે અગાઉ એક યુવકની કરી હતી ધરપકડ
રવિવારે વહેલી સવારે પોલીસે શકમંદને ઝડપી પૂછપરછ કરતા મળી આવી હતી પ્રશ્નપત્રની નકલ
પેપરલીક કાંડને કારણે પેપર રદ કરાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં
જૂનિયર ક્લાર્કની 1 હજાર 181 ખાલી જગ્યા માટે યોજાવાની હતી પરીક્ષા
પંચાયત સેવા પસંદગી મંડળ 100 દિવસ પછી ફરીથી પરીક્ષાની તારીખ કરશે જાહેર
આરોપીઓ દ્વારા ફૂટેલું પેપર 7 લાખ રૂપિયામાં વેચવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો
આરોપીઓ સફળ થાય તે પહેલા જ ગેંગને પકડી લેવામાં ATSને મળી સફળતા
ગુજરાત ATSએ હાલ સમગ્ર મામલે 16 આરોપીઓની કરી ધરપકડ
રાજ્ય બહારની પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયાનું જાણવા મળ્યું છે
પરીક્ષાર્થીઓએ પેપરલીક થવાની ઘટનામાં રાજ્ય સરકારને ગણાવી જવાબદાર
મુખ્ય આરોપી જીત નાયકને હૈદરાબાદથી ઉઠાવી લેવાયો