બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 10 people including 3 women die after allegedly drinking poisoned liquor in Tamil Nadu

તમિલનાડુ / આ રાજ્યમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 3 મહિલાઓ સહિત 10 લોકોના મોત, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

Priyakant

Last Updated: 07:48 AM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tamilnadu News: બે જિલ્લામાં કથિત રીતે નકલી દારૂ પીવાથી 10 લોકોના મોતથી પોલીસ થઈ દોડતી, સંબંધિત અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરતાં 3 ઈન્સ્પેક્ટર અને 4 સબ ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ

  • તમિલનાડુના ચેંગલપટ્ટુ અને વિલ્લુપુરમ જિલ્લામાં નકલી દારૂની બે ઘટનાઓ
  • બંને જિલ્લામાં કથિત રીતે નકલી દારૂ પીવાથી ત્રણ મહિલાઓ સહિત 10 લોકોના મોત 
  • વિલ્લુપુરમ માર્કક્કનમમાં 2 ઈન્સ્પેક્ટર અને 2 સબ ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ
  • ચેંગલપટ્ટુ ઘટનાના સંબંધમાં 1 ઈન્સ્પેક્ટર અને 2 સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ

તમિલનાડુના ચેંગલપટ્ટુ અને વિલ્લુપુરમ જિલ્લામાં નકલી દારૂની બે ઘટનાઓ સામે આવી છે. વાત જાણે એમ છે કે, બંને જિલ્લામાં કથિત રીતે નકલી દારૂ પીવાથી ત્રણ મહિલાઓ સહિત 10 લોકોના મોત થયા છે. રવિવારે વિલ્લુપુરમ જિલ્લાના મારક્કનમ પાસે એકકીરાકુપ્પમમાં રહેતા છ લોકોના મોત થયા હતા. જ્યારે ચેંગલપટ્ટુ જિલ્લાના મદુરંથાગામમાં શુક્રવારે બે લોકો અને રવિવારે એક દંપતીના મોત થયા હતા. આ તમામના મોત ગેરકાયદેસર દારૂ પીવાથી થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

તમિલનાડુના ચેંગલપટ્ટુ અને વિલ્લુપુરમ જિલ્લામાં કથિત રીતે નકલી દારૂ પીવાથી મોતની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. આ તરફ ઘટના બાદ પોલીસ મહાનિરીક્ષક (ઉત્તર) એન કન્નને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે, તમામ 10 પીડિતોએ સંભવતઃ ઇથેનોલ-મિથેનોલ પદાર્થોથી ભરપૂર દારૂ પીધો હતો. તેમણે કહ્યું કે, હાલમાં બે ડઝનથી વધુ લોકો સારવાર હેઠળ છે. કહેવામાં આવ્યું છે કે, તેઓ ઠીક છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી પોલીસને બંને ઘટનાઓ વચ્ચે કડી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસનું કહેવું છે કે, તેઓ બંને ઘટનાઓ વચ્ચે કોઈ સંભવિત કડી શોધવા માટે તપાસ કરી રહ્યા છે. 

શું છે સમગ્ર મામલો ? 
વિલ્લુપુરમ જિલ્લાના એકિયાકુપ્પમ ગામમાં છ લોકોને ઉલ્ટી, આંખોમાં બળતરા, ઉલટી અને ચક્કર આવવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી મળતાં પોલીસની ટીમ ગામમાં પહોંચી હતી. તેમાંથી ચાર મૃત્યુ પામ્યા. આ દરમિયાન આઈસીયુમાં સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત નીપજ્યા હતા, જેનાથી વિલ્લુપુરમ જિલ્લામાં મૃત્યુઆંક છ થઈ ગયો હતો.

શું કહ્યું આઈજીએ ?  
આઈજીએ કહ્યું કેમ બંને જિલ્લામાં કુલ મૃત્યુઆંક વધીને 10 થઈ ગયો છે. આ ઘટનાના સંબંધમાં અમરન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેના કબજામાંથી નકલી દારૂ પણ મળી આવ્યો છે. મિથેનોલની હાજરી જાણવા માટે તેને લેબમાં મોકલવામાં આવી છે.

ચેંગલપટ્ટુ જિલ્લામાં 4 લોકોના મોત
આઈજી એન કન્નને જણાવ્યું કે, સવારે ચેંગલપટ્ટુ જિલ્લાના ચિથામૂર વિસ્તારમાંથી એક મામલો સામે આવ્યો હતો, જ્યાં એક પરિવારના બે લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે, પારિવારિક વિવાદને કારણે આ આત્મહત્યાનો પ્રયાસ હોઈ શકે છે, પરંતુ તેના લક્ષણો જોયા પછી અમને શંકા ગઈ કે આ બનાવટી દારૂની ઘટના છે.

સંબંધિત વિસ્તારમાં એલર્ટ જાહેર
આ તરફ સંબંધિત વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં સમાન લક્ષણો ધરાવતા વધુ બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ચાર લોકોના મોત થયા હતા. જ્યારે પાંચમાની સારવાર ચાલી રહી છે. આ ઘટનાના સંબંધમાં અમ્માવાસાઈ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવાઇ 
આઇજીએ પ્રાથમિક તપાસનો પણ ઉલ્લેખ કર્યો અને જાણવા મળ્યું કે, તમામ મૃતકોએ ઇથેનોલ અને મિથેનોલ મિશ્રિત પદાર્થો સાથે વિકૃત દારૂ પીધો હશે જે મૃત્યુનું કારણ બની શકે છે. બંને ઘટનામાં કેટલાક આરોપીઓ ફરાર છે. આ આરોપીઓને શોધી કાઢવા અને તેને પકડવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, સંબંધિત અધિકારીઓ સામે પણ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. વિલ્લુપુરમ માર્કક્કનમમાં 2 ઈન્સ્પેક્ટર અને 2 સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એ જ રીતે ચેંગલપટ્ટુ ઘટનાના સંબંધમાં એક ઈન્સ્પેક્ટર અને 2 સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ