બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

VTV / ધર્મ / ગુજરાત / ભાવનગર / The temple of Avalkandhi Mata situated in Malanka village of Bhavnagar district is a symbol of the faith of the devotees.

દેવદર્શન / કેમ માતાજી અવળુ મોં કરીને બેસી ગયા? ગુજરાતમાં આવેલું છે દેશનું આવું એક માત્ર મંદિર

Vishal Dave

Last Updated: 12:21 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પદયાત્રીઓએ ખીજડાના વૃક્ષ ઉપર માતાજીના ટોપલાને મૂકી આરામ ફરમાવી સવારે ચાલતા થઇ ગયા હતા ....

ભાવનગર જિલ્લામાં વસવાટ  કરતા દેવી પૂજક સમાજના લોકો ભાવનગરના પાદરમાં આવેલા માલણકા ગામેથી પદયાત્રા કરતા જતા હતા ત્યારે તેમની સાથે રહેલા માતાજીને ટોપલામાં બેસાડ્યા હતા તે એક ખીજડાના વૃક્ષ નીચે મૂકી ને બીજા દિવસે ત્યાંથી નીકળી ગયા અને બાદ માં યાદ આવતા આ પદયાત્રિકો માતાજીને પરત  લેવા આવ્યા ત્યારે માતાજીએ તેમની સાથે જવાની ના પાડી અને તે જ સ્થળે સ્થિર થઇ અવળું મોઢું ફરીને બેસી ગયા. અને સમય જતા હાલ માલણકામાં અવળકંધી માતાજીના નામથી માતાજીનુ મંદિર જિલ્લામાં પ્રસિદ્ધ બન્યું છે. 

ભાવનગર થી 10 કિલો મીટર  દૂર આવેલા માલણકા 8000 ની વસ્તી ધરાવતું ગામ છે ગામમાં તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. માલણકા ગામના પાદરમાં અવળકંધી માતાજીનું મંદિર આવેલું છે. અવળકંધી માતાજીનું મંદિર પહેલા નાની દેરીમાં હતું. 35 વર્ષ પહેલા આ મંદિરનો જીણોદ્ધાર ભૂપતબાપુએ કર્યો અને હવે મંદિર જાણીતું બની ગયું છે.....

વર્ષો પહેલા દેવી પુજકના લોકોનો પગપાળા સંધ માતાજી સાથે આ સ્થળ પાસેથી પસાર થતા હતો ત્યારે પદયાત્રીઓએ ખીજડાના વૃક્ષ ઉપર માતાજીના ટોપલાને મૂકી આરામ ફરમાવી સવારે ચાલતા થઇ ગયા હતા અને બીજા ઉતારે પડાવ થતા તે લોકો માતાજીને ભૂલી ગયાનુ યાદ આવતા પરત ગયા ત્યારે ટોપલામાંથી આકાશવાણી થઇ કે તમે ભૂલી ગયા હવે હું તમારી સાથે નહીં આવું અને માતાજી અવળું મોઢું ફેરવીને બેસી ગયા હતા ત્યારથી આ જગ્યા અવળકંધી  માતાના મંદિર તરીકે ઓળખાય છે...... 

ભાવનગરના માલણકા માં આવેલા આ અવલકંધી માતાજીના મંદિરનો ધીમેધીમે વિકાસ થતો ગયો અને આજે વિશાળ મંદિર બની ગયું છે મંદિર પરિસરમાં અગ્નેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે તેમજ મહંત ભૂપતબાપુની સમાધિ અને ડેરી પણ આવેલા છે.....

મંદિરમાં પ્રાર્થના તેમજ અન્ય ધાર્મિક કાર્ય્રક્રમો માટે વિશાળ હોલ પણ બનાવવામાં આવેલો છે. રોજ સવાર સાંજ મહાદેવના મંદિરમાં તેમજ અવળકંધી માતાજીને કરવામાં આવતી આરતી સમયે નગારા અને ઘંટારવની ગુંજથી મંદિર અને આજુબાજુના વિસ્તારમાં સકારાત્મક તરંગો ઉત્પન્ન થાય છે અને વાતાવરણ ભક્તિમય બની જાય છે મંદિરે મોટી સંખ્યામા ભક્તજનો દર્શન માટે આવે છે અને ધન્યતા અનુભવે છે.....

અવળકંધી માતાજી પૂર્વ દિશામાં બેઠા હોય તેવું આ એક જ મંદિર છે માતાજીનુ મૂળ સ્વરૂપ મેલડી માતાનું છે પણ અવળું મોઢું રાખી માતાજી બિરાજમાન થયા હોવાથી તેમનું નામ અવળકંધી માતા પડ્યુ છે માતાજીની બાજુમાં વીર ભીમડીયા દાદા પણ બિરાજમાન છે માતાજી ને ગોળ ધરાવવાની માનતા રાખવામાં આવે છે અને લોકો પોતાની માનતા પુરી થયા બાદ માતાજીને શ્રીફળ અને ગોળ ધરાવે છે ભાવનગર ઉપરાંત અન્ય વિસ્તારમાંથી પણ ભાવિકો મોટી  સંખ્યામાં મંદિરે દર્શન કરવા આવે છે..... 

માલણકા ગામે આવેલ આ મંદિરના પરિસરમાં પક્ષીઓ માટે એક ચબુતરો પણ બનાવવામાં આવ્યો છે  જ્યાં પક્ષીઓને ચણ નાખી અબોલની સેવા કરવામાં આવે છે મંદિરમાં જન્માષ્ટમી તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ અને મહંત ભૂપતબાપુની પુણ્યતિથિ નિમિતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ