બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ભારત / બિહારમાં વરસાદ બાદ રાહત તો દિલ્હી-NCRમાં આકરી ગરમી, જાણો દેશના ક્યાં-ક્યાં ગરમી અને વરસાદનું એલર્ટ

હવામાન અપડેટ / બિહારમાં વરસાદ બાદ રાહત તો દિલ્હી-NCRમાં આકરી ગરમી, જાણો દેશના ક્યાં-ક્યાં ગરમી અને વરસાદનું એલર્ટ

Last Updated: 10:58 AM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update Latest News: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં આજે એટલે કે 8મી મેના રોજ પણ આકરી ગરમીમાંથી રાહત મળવાની આશા નથી, લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું

Weather Update : દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દિલ્હી-એનસીઆરમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે જ્યારે બિહારમાં લોકોને આકરી ગરમીથી થોડી રાહત મળી છે. મંગળવારે બિહારના ઘણા જિલ્લામાં વરસાદ અને વાવાઝોડું આવ્યું જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું. મંગળવારે બિહારની રાજધાની પટના, મુઝફ્ફરપુર, વૈશાલી, હાજીપુર, સીતામઢી, ગયા, નવાદા, કિશનગંજ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ અને સિવાન સહિતના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. પૂર્વ યુપીના ઘણા ભાગોમાં આકરી ગરમીથી લોકોને રાહત મળી રહી છે. જોકે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિત NCRના હવામાનની વાત કરીએ તો માત્ર ગરમી જ નથી વધી પરંતુ ગરમ પવનો પણ ફૂંકાવા લાગ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં આજે એટલે કે 8મી મેના રોજ પણ આકરી ગરમીમાંથી રાહત મળવાની આશા નથી. મંગળવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ આકાશમાંથી અગનગોળા વરસશે અને તાપમાન 42ને પાર થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, 10 મે સુધી દિલ્હીવાસીઓને આકરી ગરમીમાંથી રાહત નહીં મળે જોકે 11-12 મેના રોજ દિલ્હી-NCRમાં હળવો વરસાદ પડી શકે છે.

આ સાથે રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીની લહેર ચાલી રહી છે જેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. દિવસ દરમિયાન લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. પવન પણ ગરમ છે અને તાપમાન 41ને પાર કરી ગયું છે. ઉત્તર પ્રદેશમાં બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે અને રાત્રે વધતા તાપમાને લોકોને બેચેન બનાવી દીધા છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં બુધવાર એટલે કે 8 મે થી 11 મે દરમિયાન વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં લગભગ 40 કિ.મી. એક કલાકની ઝડપે તોફાન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઘણા જિલ્લામાં વરસાદ અને ગાજવીજ પડી શકે છે.

વધુ વાંચો : લોકસભા ચૂંટણી 2024: ત્રીજા તબક્કામાં લગભગ 65% મતદાન, જાણો કયા રાજ્યમાં કેટલું મતદાન?

હવામાન સંબંધિત માહિતી આપતી વેબસાઈટ સ્કાયમેટ વેધર મુજબ આજે એટલે કે 8 મેના રોજ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. એટલું જ નહીં ગાજવીજ સાથે વીજળી અને તેજ પવન (40-50 કિમી પ્રતિ કલાક)ની પણ શક્યતા છે. ઉપરાંત પૂર્વોત્તર ભારત, કર્ણાટક અને પૂર્વી ઉત્તર પ્રદેશના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદની ગતિવિધિઓ ધીમે ધીમે તીવ્ર બનશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હળવો વરસાદ પડી શકે છે. ગુજરાત, તમિલનાડુ, આંતરિક કર્ણાટક અને પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં હીટ વેવની સ્થિતિ શક્ય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ