બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / ભારત / LIVE: ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન, સૌથી વધુ વલસાડમાં 68.12 ટકા, સૌથી ઓછુ અમરેલીમાં 45.59 ટકા

લોકસભા ચૂંટણી / ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન, સૌથી વધુ વલસાડમાં 68.12 ટકા, સૌથી ઓછુ અમરેલીમાં 45.59 ટકા

Last Updated: 05:34 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election LIVE: આ વખતે લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે.

દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થયું પૂર્ણ,અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન સંપન્ન

દેશમાં ત્રીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન

અસમમાં સૌથી વધુ 73 ટકા મતદાન થયું

મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 62 ટકા મતદાન થયું

ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન

441571908_919185116921413_1032936117304510424_n

ગુજરાતની કઇ બેઠક પર કેટલું મતદાન ?

સી.આર.પાટીલે મતદાન કર્યા બાદ કાર્યકરો સાથે મુલાકાત કરી

ગણદેવી વિધાનસભાના કાર્યકરો અને ભાજપ અગ્રણીઓ સાથે મુલાકાત

મતદાનની સ્થિતિને લઇને જાણકારી મેળવી હતી

મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાનો છેલ્લો કલાક

બારેજામાં છેલ્લી ઘડીએ મતદાન કરવા મતદારોમાં ઉત્સાહ

ગ્રામજનો મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો આક્ષેપ

દાંતા તાલુકાના ધરેડા ગામે જિલ્લા બહારનો યુવક કારમાં નકલી પોલિસની પ્લાટ લગાવી મતદારોને ભાજપ તરફી મતદાન કરવા ધમકાવતો હતો, યુવક સામે ફરિયાદ કરી કાર્યવાહી કરવાની ગેનીબેને માંગ કરી

સૌથી વધુ વલસાડમાં 58.05 ટકા, અમરેલીમાં સૌથી ઓછું 37.82 ટકા મતદાન

440451130_1173911137302035_1630520673456546478_n

ગુજરાતમાં 3 વાગ્યા સુધી 47.03 ટકા મતદાન

440488886_1389040601805329_7570819175718388607_n

તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા પંહોચ્યાં લોકો

થરાદના કળશ ગામે તાપથી બચવા મતદારોએ અજમાવ્યો અજબ કીમિયો, મતદાન મથકે લાઈનોમાં ઉભેલા મતદારો માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

'હું નરેન્દ્ર મોદીથી સિનિયર છું..'બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે કહ્યું, "મેં મંડલ કમિશન લાગુ કર્યું હતું.આરક્ષણ ધર્મના આધારે નહીં પણ સામાજિક ધોરણે થાય છે. અટલ બિહારી વાજપેયીએ બંધારણ સમીક્ષા પંચની રચના કરી હતી.નરેન્દ્ર મોદી અનામત સમાપ્ત કરવા માંગે છે.હું નરેન્દ્ર મોદીથી સિનિયર છું.તેઓ 400 પારની વાત કરી રહ્યા છે પણ એમને 200 સીટો પણ નહીં મળે.'

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો

વાલીયા તાલુકાના કેસર ગામના લોકો છેલ્લા ચાર વખતથી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરતા આવ્યા છે.રાજ્ય સરકાર પાસે કીમ નદી પર આવેલી ખાડી પર બ્રિજ બનાવવા માટે અનેક વખત માંગ કરી છે પરંતુ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવતો નથી.ગ્રામજનો દ્વારા આ વખતે ભરૂચ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી એકપણ મત પડ્યો નથી.જેના કારણે ચૂંટણી પંચના અધિકારીઓ પણ દોડતા થયા છે.

યાત્રાધામ અંબાજીમાં આવ્યો વાતાવરણમાં પલટો

યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમીધારે થઈ વરસાદની શરૂઆત, ચાલુ વરસાદે મતદારો નીકળ્યા વોટિંગ કરવાબંગાળમાં મતદાન કેન્દ્ર પર

ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ

એક તરફ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, તો બીજી તરફ બંગાળના માલદામાં મતદાન દરમિયાન એક મતદાન કેન્દ્ર પર ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યો છે.આ ઘટના માલદા લોકસભા ક્ષેત્રના રતુઆમાં બની હતી.રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી.

કોંગ્રેસ આગેવાન અમરસિંગ ઠાકોર પર ભાજપના આગેવાનનો હુમલો

મહેસાણા તાલુકાના સિપોરમાં હુમલાની ઘટના બની છે.વડનગરના સિપોરમાં કોંગ્રેસ આગેવાન અમરસિંગ ઠાકોર પર ભાજપના આગેવાન પ્રવીણ ઠાકોર અને વિજય ઠાકોર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો

અમદાવાદમાં ગરમીના કારણે બપોરે મતદાનમાં નીરસ માહોલ જોવા મળ્યો, મથક એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે.વસ્ત્રાલમાં મહાદેવન નગરમાં હીરાબા સ્કૂલમાં નથી જોવા મળી રહ્યા મતદારો

શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય ગૃહમંત્રીના ખેસ પહેરવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'ગૃહમંત્રી અમિત શાહ કેસરી ખેસ પહેરીને મતદાન કરે છે. આમ છતાં ચૂંટણીપંચ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરતું નથી. જેથી હું પણ ત્રિરંગા ખેસ પહેરીને મતદાન કરવા જવાનો છું. જેના પર ભાજપ નેતા ડૉ.અનિલ પટેલે વળતો પ્રહાર કરતાં કહ્યું કે, 'કોંગ્રેસને કેસરી કલરથી વાંધો છે..'

ગુજરાતમાં 1 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન?

441144534_1115339146397854_7547954007210422741_n

11 રાજ્યોની 93 બેઠકો પર 1 વાગ્યા સુધીમાં 39.92 ટકા વોટિંગ

મધ્યપ્રદેશની રેલીમાં પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,"હારની હતાશામાં કોંગ્રેસ અને ભારતીય ગઠબંધનના લોકો નવી અફવા ફેલાવી રહ્યા છે કે જો મોદીને 400 સીટો જીતી જશે તો બંધારણ બદલી નાખશે. એવું લાગે છે કે જાણે કોંગ્રેસની બુદ્ધિમત્તાને તાળા મારી દીધા છે.તેમને ખબર હોવી જોઈએ કે 2014 થી 2019 અને 2019 થી 2024 સુધી મોદીને NDA અને NDA+ ના રૂપમાં 400 સીટોનું સમર્થન મળતું જ હતું."

સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી

રામ મોકરિયા રાજકોટથી અમરેલી પરષોત્તમ રૂપાલાને મળવા જતા હતા ત્યારે રસ્તામાં તબિયત લથડતા આટકોટની કે.ડી.પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અભિનેતા શેખર સુમન ભાજપમાં જોડાયા

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ઘાંઘરેટીયા ગામે મારામારી

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ઘાંઘરેટીયા ગામે મતદાન કરીને પરત ફરતી વખતે યુવકો વચ્ચે થઈ મારામારી, ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા

ગુજરાતમાં મતદાન મથકો પર તંત્રની બેદરકારી

રાજકોટ,અમરેલી અને ભરૂચ જિલ્લા બાદ હવે ધોરાજીના મતદાન મથકમાં જઈને EVMમાં મત આપતા ફોટો અને વિડીયો વાયરલ થયા

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યુ

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગાંધીનગરમાં સેક્ટર 19માં મતદાન કર્યું. સાથે જ શક્તિ સિંહ ગોહીલે બુથમાં વાંધો ઉઠાવતા કહ્યું કે,'તમામ મતદાન મથકોમાં ભાજપના એજન્ટો કમળની નિશાન વાળી પેન લઈને બેઠા છે,ચૂંટણી કમિશનરને મારી રજૂઆત છે કે તેમને આ અટકાવવું જોઈએ.'

સવારે 11 વાગ્યા સુધી ગુજરાતમાં કઈ બેઠક પર કેટલું મતદાન?

દેશમાં લોકસભા ઇલેક્શનના ત્રીજા તબક્કા માટે સવારે 11 વાગ્યા સુધી 25.41% મતદાન

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન, બનાસકાઠામાં સૌથી વધુ 30.27 ટકા મતદાન

440497056_807862140775022_2114948078496589789_n

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ અમદાવાદમાં મતદાન કર્યું

437767832_7706194969489964_4458483282804531610_n

મતદાન પછી કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહન મોટું એલાન

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે મતદાન પછી કહ્યું કે,'આ મારી છેલ્લી ચૂંટણી હશે, કારણ કે હું 77 વર્ષનો છું અને અમે નવા યુવાનોને તક આપીશું."

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ મતદાન કર્યું.

441204348_1599010947564418_6508889702811749042_n

ભાજપ બંધારણ અને લોકશાહીને ખતમ કરવા માંગે છે-લાલુ પ્રસાદ યાદવ

પટનામાં લોકસભા ચૂંટણી પર આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કયું "લોકો અમને મત આપી રહ્યા છે. ભાજપ બંધારણ અને લોકશાહીને ખતમ કરવા માંગે છે અને તે લોકોને ખબર પડી ગઈ છે."

અખિલેશ યાદવ અને તેમની પત્નીએ કર્યું મતદાન

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવે મતદાન કર્યું. એ બાદ અખિલેશ યાદવે કહ્યું,'બીજેપીના લોકો જાણીજોઈને ઉનાળામાં તમને મત આપવા માટે મજબૂર કરે છે, જેથી તમને મુશ્કેલી પડે. ઉનાળામાં જે મતદાન થઈ રહ્યું છે તે એક મહિના પહેલા પણ થઈ શક્યું હોત.ભાજપના લોકોને પણ આની સજા મળવી જોઈએ, જો કે તેઓ કહેશે કે આ ચૂંટણી પંચનો નિર્ણય છે.'

વડાપ્રધાન મોદીએ મધ્ય પ્રદેશમાં જાહેર રેલીને સંબોધિત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "હું આજે વિકસિત ભારતના સંકલ્પ માટે તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું. નર્મદા કિનારે રહેતા લોકો માંગનારાઓને નિરાશ કરતા નથી અને હું આજે તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું."

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકના કાલબુર્ગીના ગુંડુગુર્થી ગામમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો છે. આ બેઠક પરથી કોંગ્રેસે રાધાકૃષ્ણને અને ભાજપે ઉમેશજી જાધવને મેદાનમાં ઉતાર્યા છે.મત આપ્યા બાદ ખડગેએ કહ્યું કે, 'લોકોએ છેલ્લી વખત ભૂલ કરી હતી તેનો પસ્તાવો કરી રહ્યા છે અને આ વખતે તેઓ કોંગ્રેસ પાર્ટીને બહુમતીથી જિતાડશે.'

મતદાન મથકની અંદર મોબાઈલ દ્વારા બનાવાયો વીડિયો

રાજકોટ બાદ અમરેલીમાં પણ મતદાનનો વીડિયો વાયરલ થયો છે. EVMમાં મત આપતો વીડિયો વાયરલ થતાં સવાલ ઉઠ્યાં

બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 ટકા મતદાન

રાજ્યમાં સવારે 9 વાગ્યા સુધી 10.51 ટકા મતદાન થવા પામ્યું હતું. જેમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર જ્યારે સૌથી ઓછું મતદાન કચ્છમાં થયું હતું. આ સમાચાર ડિટેલમાં વાંચો: ગુજરાતમાં 10 વાગ્યા સુધીમાં કુલ મતદાનનો આંકડો 10.51% ટકાએ પહોંચ્યો, જાણો ક્યાં કેટલાં ટકા વોટિંગ

Screenshot 2024-05-07 100754

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન

સૌથી વધુ બંગાળમાં 14.60 ટકા મતદાન નોંધાયું, આસામમાં 10.12 ટકા, બિહારમાં 10.3 ટકા મતદાન, છત્તીસગઢમાં 13.24 ટકા, દાદરા નગર હવેલી-દમણ 10.13 ટકા મતદાન, ગોવામાં 12.18 ટકા, ગુજરાતમાં 9.87 ટકા, કર્ણાટકમાં 9.45 ટકા મતદાન, મધ્યપ્રદેશ 14.22 ટકા, મહારાષ્ટ્ર 6.64 ટકા, ઉત્તરપ્રદેશ 11.13 ટકા મતદાન થયું છે.

440539426_812645333642386_6570583822775970069_n

શરદ પવારે મહારાષ્ટ્રના બારામતીમાં કર્યું મતદાન

રાહુલ ગાંધી બોલ્યા, 'દેશના લોકતંત્રને બચાવવા માટેની ચૂંટણી'

આજે ત્રીજા તબક્કાનું મતદાન છે અને હું તમને બધાને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં મતદાન કરો. યાદ રાખો,આ કોઈ સામાન્ય ચૂંટણી નથી, દેશના લોકતંત્ર અને બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે.

બંગાલના મુર્શિદાબાદમાં TMC કાર્યકર્તા અને BJP ઉમેદવાર વચ્ચે બબાલ:

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદની જાંગીપુર લોકસભા સીટ પર અથડામણના સમાચાર સામે આવ્યા છે. મતદાન દરમિયાન ભાજપના ઉમેદવાર ધનંજય ઘોષ, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સમાચાર વાંચો: બંગાલના મુર્શિદાબાદમાં બબાલ: TMC કાર્યકર્તા અને BJP ઉમેદવાર વચ્ચે હાથાપાઈ, કહ્યું 'જો ઉમેદવાર સાથે આવું થાય તો...'

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યું મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ અમિત શાહે તેમના પરિવારના સભ્યો સાથે ગાંધીનગરના મતદાન મથક પર મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર છે તો કોંગ્રેસે ગાંધીનગરથી પાર્ટી સેક્રેટરી સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પંડિત દીનદયાળ વિદ્યા ભવન ખાતે મતદાન કર્યું. જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસે જેપી મારવિયાને અને ભાજપે પૂનમબેન માડમને મેદાનમાં ઉતાર્યા છે.

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન

મુર્શિદાબાદમાં કોંગ્રેસ નેતાના ઘર પર બોમ્બ ફેંકવામાં આવ્યો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મતદાન દરમિયાન કોંગ્રેસ નેતાના ઘર પર ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યો. મેકૈલ હુસૈન ધરમપુર પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે અને આરોપ છે કે મતદાનના દિવસે વહેલી સવારે તેમના ઘરને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

મનસુખ માંડવિયાએ કર્યું મતદાન

કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પોરબંદરમાં હનોલ પ્રાથમિક શાળા મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો.

રિતેશ દેશમુખે કર્યું મતદાન

અભિનેતા રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા દેશમુખે લાતુરના એક મતદાન મથક પર મતદાન કર્યું. જેનેલિયા દેશમુખે આ અવસર પર કહ્યું કે "આ એક મહત્વપૂર્ણ દિવસ છે અને મને લાગે છે કે દરેક વ્યક્તિએ ​​મત આપવો જોઈએ..."

રાજકોટના જસદણમાં કુંવરજી બાવળિયાએ કર્યું મતદાન

કુંવરજી બાવળિયાએ વીંછીયાની કન્યાશાળાના મતદાન કેન્દ્રમાં પરિવાર સાથે મતદાન કર્યું. સાથે જ કુંવરજી બાવળિયાએ દાવો કર્યો હતો કે 'પરષોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત છે.'

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે માતા પિતાના આશીર્વાદ લઇ મતદાન કર્યું.ગેનીબેન ઠાકોર મતદાન કરતી વખતે ભાવુક થયા સાથે જ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી

આનંદીબેન પટેલે મતદાન કર્યું

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું

સાબરકાંઠાના મોડાસામાં મતદાન માટે લાગી લાઈન

મોડાસામાં વહેલી સવારથી જ લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો, ગરમી વધે તે પહેલા મતદાન કરવા પહોંચ્યા લોકો

PM મોદીએ કર્યું મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં નિશાન સ્કૂલના મતદાન કેન્દ્રમાં કર્યું મતદાન

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા ગુજરાતના અમદાવાદમાં મતદાન મથક પર પહોંચ્યા ત્યારે લોકોનું અભિવાદન કર્યું.

ગૃહમંત્રી અમિત શાહ રાણીપ પહોંચ્યા

PM મોદી જ્યાં વોટિંગ કરશે તે રાણીપની નિશાન સ્કૂલ ખાતે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા.

પીએમ મોદી મતદાન કરવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે નીકળ્યા છે. પીએમ મોદી રાણીપના નિશાન સ્કૂલના મતદાન કેન્દ્રમાં મતદાન કરશે. NSGના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ PM મોદી મતદાન કરવા નીકળ્યા છે

ત્રીજા તબક્કાનું મતદાન શરૂ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 વાગ્યે શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે અમદાવાદમાં મતદાન કરવાના છે અને આ પહેલા એમને ટ્વીટ કરીને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી.

લોકસભા ચૂંટણી હવે તેના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે અને થોડા સમયમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થવાનું છે. આજે 93 બેઠકો માટે મતદાન થશે જેમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.

અગાઉ, 94 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું હતું, પરંતુ ચૂંટણી પંચે અનંતનાગ-રાજૌરી બેઠક માટે મતદાનની તારીખ 25 મે પર મુલતવી રાખી છે.

આટલી બેઠકો પર આજે મતદાન

ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો સહિત ગોવાની 2 બેઠકો, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 1-1 બેઠકોનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ