બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / બિઝનેસ / શેરબજારે ત્રીજા દિવસે પણ રોકાણકારોને રડાવ્યા, 1 દિવસમાં 5 લાખ કરોડ સ્વાહા

બિઝનેસ / શેરબજારે ત્રીજા દિવસે પણ રોકાણકારોને રડાવ્યા, 1 દિવસમાં 5 લાખ કરોડ સ્વાહા

Last Updated: 04:27 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્સેક્સ અને નિફ્ટી 7 મે મંગળવારે સતત ત્રીજા દિવસે નુકસાન સાથે બંધ થયા છે. સેન્સેક્સ 384 પોઈન્ટ તૂટ્યો. જેના કારણે આજે શેરબજારમાં રોકાણકારોને આશરે રૂ.5 લાખ કરોડનું નુકસાન થયું હતું. બજારમાં ચારેબાજુ ઘટાડો જોવા મળ્યો હતો. BSE મિડકેપ ઈન્ડેક્સ 1.90 ટકા ઘટીને બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 1.65 ટકા ઘટીને બંધ થયો હતો.

સેન્સેક્સ અને નિફ્ટી 7 મે મંગળવારે સતત ત્રીજા દિવસે નુકસાન સાથે બંધ થયો છે. સેન્સેક્સ 384 પોઈન્ટ તૂટ્યો. જેના કારણે આજે શેરબજારમાં રોકાણકારોને આશરે રૂ.5 લાખ કરોડનું નુકસાન થયું હતું. બજારમાં ચારેબાજુ ઘટાડો જોવા મળ્યો હતો. BSE મિડકેપ ઈન્ડેક્સ 1.90 ટકા ઘટીને બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 1.65 ટકા ઘટીને બંધ થયો હતો. FMCG અને IT સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો પણ લાલ નિશાનમાં બંધ થયા છે. રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 3.41 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને યુટિલિટી શેરના સૂચકાંકો 2 ટકાથી વધુ ઘટીને બંધ થયા છે. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 383.69 પોઈન્ટ અથવા 0.52% વધીને 73,511.85 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE નો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 141.25 પોઈન્ટ અથવા 0.63% ના ઘટાડા સાથે 22,301.45 ના સ્તર પર બંધ થયા છે.

રોકાણકારોને ₹4.95 લાખ કરોડનું નુકસાન થયું છે

BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 7 મેના રોજ ઘટીને રૂ. 398.44 લાખ કરોડ થઈ હતી, જે તેના અગાઉના ટ્રેડિંગ ડે એટલે કે સોમવાર, 6 મેના રોજ રૂ. 403.39 લાખ કરોડ હતી. આ રીતે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે રૂ. 4.95 લાખ કરોડનો ઘટાડો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 4.95 લાખ કરોડનો ઘટાડો થયો છે.

બે કલાક દરમ્યાન સેન્સેક્સમાં 600 નો કડાકો

શેર બજારમાં સેન્સેક્સમાં ઘટાડાનો સિલસીલો યથાવત રહ્યો હતો. ત્યારે ત્રીજા દિવસે પણ વેપારનાં દિવસે બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ તેમજ નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ પર નિરાશા જનક શરૂઆત થયા બાદ અચાનક ઘટાડો નોંધાયો હતો. બે કલાક દરમ્યાન સેન્સેક્સ 600 થી વધુ જ્યારે નિફ્ટી 200 થી વધુનો ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સમાં અચાનક 600 પોઈન્ટ્સનો ઘટાડો થયો

મંગળવારે સેન્સેક્સમાં અચાનક 600 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. BSE સેન્સેક્સ 73,973 ના સ્તરે મામૂલી વધારા સાથે ખુલ્યો હતો. પરંતુ થોડા સમય પછી તેનો ટ્રેન્ડ બદલાઈ ગયો અને ઉછાળો અચાનક પતનમાં ફેરવાઈ ગયો. આટલું જ નહીં, આ ઘટાડો સતત વેગ પકડતો રહ્યો. સોમવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE ઈન્ડેક્સ 73,895.54 ના સ્તર પર બંધ થયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી સેન્સેક્સ 611.49 પોઈન્ટ અથવા 83 ટકાના ઘટાડા સાથે 73,284.05 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

માર્કેટમાં પ્રોફિટ બુકિંગની અસર જોવા મળી રહી છે

જો આપણે શેરબજારમાં ઘટાડા માટેના કારણોની વાત કરીએ તો માર્કેટમાં ઘટાડા પાછળ પ્રોફિટ બુકિંગની મોટી ભૂમિકા રહી છે. આ ઉપરાંત, છેલ્લા કેટલાક દિવસોમાં, ઘણી મોટી કંપનીઓએ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે અને તેમાંથી ઘણી શેરબજારમાં સારી રહી નથી. જેમાં ટાટા ગ્રુપની ટાઇટન કંપની જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. ચોથા ક્વાર્ટરના પરિણામો બાદ તેના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

વધુ વાંચોઃ TATAના આ શેરને વેચી રહ્યા છે રોકાણકારો, 700 રૂપિયા સુધી પડ્યા ભડ્યા

જો આપણે NSEના કામચલાઉ ડેટા પર નજર કરીએ તો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ સોમવારે ચોખ્ખા ધોરણે રૂ. 2168 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક રોકાણકારોએ રૂ. 781.39 કરોડના શેર ખરીદ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ