બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / NRI News / ઈન્ટરનેશનલ નંબરથી પણ NRI કરી શકશે UPI પેમેન્ટ, આ બેન્કે આપી સગવડ

NRI News / ઈન્ટરનેશનલ નંબરથી પણ NRI કરી શકશે UPI પેમેન્ટ, આ બેન્કે આપી સગવડ

Last Updated: 08:21 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત હાલમાં તેની UPI સેવાઓને સમગ્ર વિશ્વમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે

અત્યાર સુધી NRI ગ્રાહકોએ UPI પેમેન્ટ માટે તેમના ખાતામાં ભારતીય મોબાઈલ નંબર ઉમેરવો પડતો હતો. હવે 10 દેશોમાં તેની જરૂર નહીં પડે.

ભારત હાલમાં તેની UPI સેવાઓને સમગ્ર વિશ્વમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ અંગે ઘણા દેશો સાથે કરાર થઈ ચૂક્યા છે. આ સિવાય અન્ય ઘણા દેશો તેમના દેશોમાં UPI સેવા શરૂ કરવા માટે તૈયાર છે. આ ક્રમમાં આઇસીઆઇસીઆઇ બેંકે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને આ સેવા સરળતાથી પૂરી પાડવા માટે પહેલ કરી છે. ICICI બેંકના NRI ગ્રાહકો હવે ભારતમાં UPI પેમેન્ટ માટે તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકશે.

યુટિલિટી બિલ સરળતાથી ચૂકવી શકશે

ICICI બેંકે સોમવારે કહ્યું કે NRI ગ્રાહકો હવે વીજળી અને પાણી જેવા યુટિલિટી બિલ સરળતાથી ચૂકવી શકશે. આ ઉપરાંત મર્ચન્ટ અને ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન પણ કરી શકાય છે. આ માટે તે NRE એકાઉન્ટમાં નોંધાયેલ ઇન્ટરનેશનલ બેંક નંબર અને ICICI બેંકના NRO એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. બેંકે આ સેવા તેની મોબાઈલ બેંકિંગ એપ iMobile Pay દ્વારા શરૂ કરી છે. અત્યાર સુધી NRI ને UPI પેમેન્ટ માટે તેમના ભારતીય મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવા પડતા હતા.

આ સેવા 10 દેશોમાં શરૂ થઈ છે

બેંકે કહ્યું કે આ સેવા શરૂ કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેવામાં આવ્યો છે. બેંક 10 દેશોમાં આ સેવા આપશે. જેમાં અમેરિકા, બ્રિટન, યુએઈ, કેનેડા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ઓમાન, કતાર અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. હવે બેંકના NRI ગ્રાહકો કોઈપણ ભારતીય QR કોડ સ્કેન કરીને UPI ID, મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને બેંક ખાતામાં પૈસા મોકલી શકશે.

વધુ વાંચો: ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડાનાં આ 5 શહેર રહેવા માટે સસ્તા, જાણો એક મહિનામાં કેટલો ખર્ચ થાય

આ સેવા NPCIની મદદથી ચાલશે

બેંકના ડિજિટલ ચેનલ અને પાર્ટનરશિપ હેડએ જણાવ્યું હતું કે અમે NPCI સાથે મળીને આ સુવિધા શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. હવે આ 10 દેશોમાં રહેતા ભારતીયોને તેમના ખાતામાં ભારતીય મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવાની જરૂર નહીં પડે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ